અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટીમ પસંદ કરવા માંડી છે. ટ્રમ્પે અત્યાર સુધીમાં 17 મહત્વના હોદ્દા કોણ સંભાળશે તેની જાહેરાત કરી નાંખી છે. અબજોપતિ ઈલોન મસ્કથી માંડીને અમેરિકામાં પહેલાં હિંદુ સાંસદ તુલસી ગેબાર્ડ સુધીના ચહેરા ટ્રમ્પની ટીમમાં હશે. ટ્રમ્પે નિકી હેલી સહિતના જાણીતા ચહેરાને અવગણીને કેટલાક એકદમ નવા અજાણ્યા ચહેરાઓને પોતાની ટીમમાં લીધા છે. ટ્રમ્પ ઈમિગ્રેશન સહિતના મુદ્દે અત્યંત આક્રમક એજન્ડા અમલમાં મૂકે એવી શક્યતા છે. સાથે સાથે અમેરિકમ વહીવટી તંત્રમાં સાફસૂફી અને ધરમૂળથી ફેરફાર પણ ટ્રમ્પનો એજન્ડા છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે પોતાના વફાદાર લોકોને વધારે પસંદ કર્યા છે. જાણકારોના મતે ટ્રમ્પે ક્યાંક ગુનાખોરીને પણ આડકતરી રીતે સમર્થન આપ્યું હોય તેમ લાગે છે. બેડકોપની ઈમેજ ધરાવતા કેટલાક લોકોને મંત્રી મંડળમાં અને પોતાની નજીકના લોકોમાં મોટા હોદ્દા આપીને ટ્રમ્પે બીજો કાર્યકાળ પણ તોફાની બનાવવાની તૈયારી કરી લીધી છે. આવા જ લોકોથી ભરેલી ટ્રમ્પની આ ટીમ પર એક નજર નાંખી લઈએ