Vadodara : વડોદરા જિલ્લાના વાઘોડિયા નગરપાલિકાનો અણઘડ વહીવટ સામે આવ્યો છે. મોડી રાત્રે જાહેર માર્ગ પર ખોદેલા ખાડામાં એક અજાણ્યો બાઈક ચાલક ખાબક્યો હતો. સ્થાનિકો દ્વારા બાઈક ચાલકનું રેસ્ક્યુ કરી ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો હતો.
વડોદરા જિલ્લાના વાઘોડિયા વિકાસ પથ પર વાઘોડિયા નગરપાલિકા દ્વારા આડીધડ કામગીરી અર્થે ખોદવામાં આવેલા ખાડાના કારણે મોડી રાત્રે એક બાઈક ચાલકનો જીવ જોખમાયું હતું. પાણીની લાઈન રીપેર કરવા માટે નગરપાલિકા દ્વારા જાહેર માર્ગ પર એક વિશાળ ખાડો ખોદવામાં આવ્યો હતો. જોકે રાત્રિ દરમિયાન ખાડાના ફરતે બેરીકેટ નહીં લગાડતા એક અજન્યો બાઈક ચાલક ત્યાંથી પસાર થતાં ખાડામાં ખાબક્યો હતો. બાઈક ચાલક ખાડામાં ખમકતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા સ્થાનિકો દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. વાઘોડિયા નગરપાલિકાનો હાલ વહીવટ વહીવટદાર મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી રહ્યો છે. નગરપાલિકાના અણગઢ વહીવટના કારણે છેલ્લા ચાર-પાંચ દિવસથી ખોદેલા ખાડાના કારણે એક તરફના માર્ગ પર બંને તરફનો વાહન વ્યવહાર કાર્યરત થતા દિવસભર ટ્રાફિકજામ સર્જાય છે, છતા તંત્ર આળસ ખંખેરી કામગીરી પુર્ણ નથી કરતુ. જેના કારણે અકસ્માત સર્જાય છે. લાખો રૂપીયાના ખર્ચે તૈયાર કરેલો વિકાસપથ ઠેર-ઠેર ખોદકામ કરી બીસ્માર કરી દિઘો છે. મોડી રાતે અકસ્માત બાદ વહેલી સવારે સફાળે જાગેલા તંત્રએ બેરીકેટ લગાડી દીધા છે