વડોદરા ક્રાઈમ: મૂળ મહારાષ્ટ્રનો અને હાલમાં વડોદરામાં દંતેશ્વરના બજરંગ નગરમાં રહેતો દિપક સુરેન્દ્રભાઈ પાટિલ ફાયરના સિલિન્ડરનું કામ કરે છે. અને તેની પત્ની ટિફિન સર્વિસનું કામ કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા ઓર્ડરનું બનાવેલું ટિફિન આપવા માટે હું સાયકલ લઈને જતો હતો ત્યારે બજરંગનગર નજીક અનિલ પવાર ઉભો હતો. તેણે મને કહ્યું કે તું મને ટિફિન ખવડાવને. મેં તેને એવો જવાબ આપ્યો હતો કે ટિફિન ખાવા માટે નસીબ જોઈએ. ત્યારબાદ હું જતો રહ્યો હતો. અનિલે તેની અદાવત રાખીને રાત્રે 9:45 વાગે અને લાકડાના ડંડા વડે મારા પર હુમલો કરે માથામાં ઇજા પહોંચાડી હતી. લોકો ભેગા થઈ જતા મને વધુ મારમાંથી બચાવ્યો હતો. લોહી લુહાણ હાલતમાં મને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.
Post Views: 84