સાહિલ ગોપલાણીએ રાજકોટ બસ સ્ટેશનમાં ડ્રગ્સ આપ્યું હોવાનું રટણ
શહેરના હરીઓમ નગરમા રહેતો નિમેશ રમેશભાઇ ફળદુ રાજકોટ તરફથી કારમાં ડ્રગ્સનો જથ્થો લઇને આવતો હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગૃપના કોન્સ્ટેબલને મળતા તેને સાંકળી ધાર ચેક પોસ્ટ પરથી દબોચી લઇ તેની પાસેથી કાર, મોબાઇલ, રોકડ સહિત 11,02, 710 રૂૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાવામાં આવી હતી.
જેમાં પોલીસે તારીખ 20 સપ્ટેના આરોપીને કોર્ટમાં રજૂ કરતા તેના 5 દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. રિમાન્ડ દરમિયાન આરોપી ડ્રગ્સનો જથ્થો રાજકોટના બસસ્ટેશન વિસ્તારમાંથી સાહિલ ગોપલાણી પાસેથી લાવ્યો હોવાની વિગતો મળતા તપાસનીશ અધિકારી ડી.કે. સરવૈયા સહિતની પોલીસ ટીમ રાજકોટ પહોંચી હતી. જ્યાં તેઓએ સાહિલ ગોપલાણીને શોધી કાઢવા મથામણ કરી હોવાનુ જાણવા મળ્યુ છે.
Post Views: 96