ભક્તોની માનતા પુરી કરવા માટે જાણીતા લાલ બાગ ચા રાજાને આ વર્ષે ભક્તોએ દિલ ખોલીને દાન કર્યું છે. ગણેશોત્સવ 7 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી હતો, પણ અસંખ્ય ભક્તોએ બાપાની મૂર્તિનું વિસર્જન થયા બાદ પણ 20 સપ્ટેમ્બર સુધી દાન આપવાનું ચાલુ રાખ્યું હતું.
આથી લાલ બાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળને મળેલા દાનની અંતિમ ગણતરી ગઇકાલ સુધી ચાલુ રાખવામાં આવી હતી. લાલ બાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના અધ્યક્ષ બાળાસાહેબ કાંબળેએ કહ્યું હતું કે લાલ બાગ ચા રાજાનાં ચરણે 5,65,90,000 રૂપિયા કેશ, 4151.360 ગ્રામ સોનાના અને 64,321 ગ્રામ ચાંદીના દાગીના ધર્યા હોવાનું જણાઇ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ બાપ્પાને પાંચ કરોડ રૂપિયાથી વધુની કેશ દાનમાં મળી હતી.
Post Views: 72