રૈયાધારમાં રહેતાં યુવકનું કેન્સરની બીમારીથી મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. બનાવની વિગત મુજબ રૈયાધારમાં રહેતાં સાજનભાઈ વલ્લભભાઈ સોલંકી (ઉ.વ.30) નામનો યુવક ગઈ કાલ સાંજના પોતાનાં ઘરે બીમારી સબબ બેભાન થઈ જતાં તાકીદે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં સારવારમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ગમગીની છવાઇ ગઇ હતી. યુવકને મોઢાનું કેન્સર હતું. જેની સારવાર શરૂ હતી. યુવક બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો. તેમજ યુવકને સંતાનમાં એક દિકરી હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું.
Post Views: 67