દારૂના ગુનામાં સંડોવાયેલા અરબાઝ શેખને પાસામાં ધકેલાયો

દારૂના ગુનામાં સંડોવાયેલા અરબાઝ જાકીર શેખ (ઉ.વ. 25, રહે- આર.એમ.સી. ક્વાર્ટર, ભાડેથી, કેવલમની સામે, પુષ્કરધામ મે.રોડ, પ્રેમ મંદિર પાછળ, કાલાવડ રોડ)ને પાસામાં ધકેલવામાં આવ્યો છે. સીપી બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી (ક્રાઇમ) પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી (ક્રાઇમ) બી.બી.બસીયાએ દારૂના ગુન્હાઓમા પકડાયેલ શખ્સો વિરૂધ્ધ અટકાયતી પગલા લેવા પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલવા સુચના કરેલ હોય

જે અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવેલ જે પોલીસ કમિશ્નર દ્વારા મંજુર કરવામાં આવતા આરોપી અરબાઝ શેખને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આ આરોપી ડીસીબી પોલીસ મથકે ચાલુ વર્ષે નોંધાયેલ દારૂના બે ગુનામાં સંડોવાયેલ છે.

પાસા દરખાસ્ત અને પાસા વોરંટ બજવણી કરી અટકાયત કરવાની કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ ડામોર, એ.એસ.આઇ બલભદ્રસિંહ જાડેજા, ભરતભાઇ વનાણી, વીરેન્દ્રસિંહ ઝાલા, હેડ.કોન્સ કનકસિંહ સોલંકી, સુભાષભાઇ ઘોઘારી, કોન્સ્ટેબલ ઉમેશભાઇ ચાવડા, પી.સી.બી. શાખાના એ.એસ.આઇ રાજુભાઇ દહેકવાલ, હેડ.કોન્સ ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, દ્વારા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE