દેશમાં ગુજરાતને એક સમૃધ્ધ રાજય તરીકે ગણવામાં આવે છે અને ખાસ કરીને છેલ્લા અઢી દસકામાં ગુજરાતે જે પ્રગતિ કરી છે તે દેશમાં અન્ય રાજયો માટે પણ મોડેલ સ્ટેટ બન્યું છે. હાલમાં જ PM-EAC એ ‘રિલેટિવ ઇકોનોમિક પર્ફોર્મન્સ ઓફ ઇન્ડિયન સ્ટેટ્સ: 1960-61 થી 2023-24’ શીર્ષક હેઠળ વર્કિંગ પેપર જારી કર્યું.
આ વર્કિંગ પેપરમાં રાષ્ટ્રીય જીડીપી અને રાજ્યોની માથાદીઠ આવકની ટકાવારી સંદર્ભે રાજ્યની જીડીપીમાં વધારા અને ઘટાડાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને મુજબ 2001થી ગુજરાતના અર્થતંત્રને મોદી ઇફેકટનો સૌથી મોટો ફાયદો મળ્યો છે અને રાજયની માથાદીઠ આવક જે વાસ્તવમાં 1970ના દસકામાં ઘટી હતી.
ત્યારબાદ 2000થી 2001ના સમયગાળામાં લગભગ સ્થિર રહી હતી તે છેલ્લા 24 વર્ષમાં 162 ટકા વધી ગઇ છે અને જબરદસ્ત ઉછાળો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં શાસન સમયની જે વિકસીત ગુજરાતનો મંત્ર અપાનાવાયો તેને આભારી છે.
1970 થી માંડીને 2000 ના સમયગાળા સુધી રાષ્ટ્રીય જીડીપીમાં ગુજરાતનો હિસ્સો લગભગ 6.4% -6.7% જ હતો. પરંતુ જ્યારથી નરેન્દ્ર મોદીએ ગુજરાતની શાસનધુરા સંભાળી, ત્યારથી રાષ્ટ્રીય જીડીપીમાં ગુજરાતનો હિસ્સો 6.4%થી વધીને 8.1% થઈ ગયો, જે ઘણો મોટો વધારો હતો અને જેના કારણે રાજ્યની સંપત્તિમાં અભૂતપૂર્વ વધારો થયો છે.
તુલનાત્મક અભ્યાસ
મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત અને મમતા બેનર્જી અને ડાબેરી સરકારોના નેતૃત્વ હેઠળ પશ્ચિમ બંગાળ વચ્ચે ર000ના વર્ષમાં 10 ટકાનું અંતર હતું. પરંતુ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સુશાસન અને વ્યાપક આર્થિક વિકાસના કારણે ગુજરાતે વર્ષ 2023 સુધીમાં તેની સાપેક્ષ માથાદીઠ આવક 108% થી વધારીને 162.9% કરી. ગુજરાતની સાપેક્ષ માથાદીઠ આવકમાં બે દાયકાઓમાં આ 54.9%નો તોતિંગ વધારો છે.
બીજી બાજુ, ડાબેરીઓ અને મમતા બેનર્જીની તૃણમૂસ કોંગ્રેસ (TMC) દ્વારા પશ્ચિમ બંગાળ રાજ્યમાં સતત ગુંડાગીરી અને આર્થિક ગેરવહીવટના કારણે રાજ્યની અર્થવ્યવસ્થા ડહોળાઈ ગઈ, જેના કારણે તેમની સાપેક્ષ માથાદીઠ આવક 97.5% થી ઘટીને 82.6% થઈ ગઈ.
આ 2 દાયકામાં લગભગ 14% જેટલો ઘણો મોટો ઘટાડો છે. એક સમયે ગુજરાતની સાપેક્ષ માથાદીઠ આવકની આસપાસ જ માથાદીઠ આવક ધરાવતું પશ્ચિમ બંગાળ આજે ગુજરાતની સાપેક્ષ માથાદીઠ આવકની ફક્ત અડધી જ માથાદીઠ આવક ધરાવે છે.
ગુજરાત વધુ સમૃધ્ધ થયું : પશ્ચિમ બંગાળ વધુ ગરીબ બન્યું
ખરેખર તો વર્ષ 2000માં, રાષ્ટ્રીય જીડીપીમાં પશ્ચિમ બંગાળનો હિસ્સો ગુજરાતના હિસ્સા કરતાં 40% વધુ હતો. તે પછીના 20 વર્ષોમાં, રોલ રિવર્સલ એટલે કે આખી ભૂમિકા જ ઉલ્ટી થઈ ગઈ અને હવે પશ્ચિમ બંગાળની સરખામણીમાં રાષ્ટ્રીય જીડીપીમાં ગુજરાતનો હિસ્સો 40% વધુ છે. આ પરિણામ છે, ગુજરાતમાં 20 વર્ષોના સતત સુશાસનનું અને પશ્ર્ચિમ બંગાળમાં સતત 20 વર્ષો સુધી ડાબેરીઓ અને ટીએમસી સરકારોની ગુંડાગીરી અને કુશાસનનું અને તેનાથી આ ફર્ક સર્જાયો છે.