ભાણવડમાં શ્રમિક પરિણીતા ઉપર પરપ્રાંતિય શખ્સે આચર્યું દુષ્કર્મ

ભાણવડ પંથકમાં પરિવાર સાથે મજૂરી અર્થે આવેલી અને પતિથી અલગ રહેતી પરિણીતાને શ્રમિક શખ્સે સંતાનોને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે.

મધ્યપ્રદેશ રાજ્યની મૂળ વતની એવી એક પરિણીત યુવતીના પતિ તેની સાથે રહેતા ન હોવાથી આ અંગેનો લાભ ઉઠાવી અને મધ્યપ્રદેશ રાજ્યના કુકસી જિલ્લાના મૂળ રહીશ એવા મુકેશ ઉર્ફે બાલવીર નવલસિંહ વાખલા નામના શખ્સે ભાણવડ તાલુકાના વેરાડ ગામની સીમ વિસ્તારમાં આ યુવતીને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા તથા તેના સંતાનોને મારી નાખવાની ધમકી આપીને બળજબરીપૂર્વક પોતાની સાથે શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરવા સબબ ભાણવડ પોલીસ મથકમાં મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આટલું જ નહીં, આરોપી દ્વારા છેલ્લા ત્રણેક માસના સમયગાળા દરમિયાન તેણીની મરજી વિરુદ્ધ સાત વખત શરીર સંબંધ બાંધ્યો હોવાનું તેમજ જો તેણી કોઈને આ બાબતે કંઈ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. કે.કે. મારુ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE