બોટાદના બરવાળા તાલુકા પંચાયતના હિસાબનીશ દ્વારા રૂા.6.13 લાખની ઉચાપત

બરવાળા તાલુકા પંચાયતના નાયબ હિસાબનીશે 2019માં રૂૂપિયા 6,13,960 પોતાનાં અંગત સ્વાર્થ માટે સરકારી નાણાંની ઉચાપત કરી હોવાની બરવાળા તાલુકા પંચાયતના નાયબ હિસાબનીશ વિરુદ્ધ બરવાળા પોલીસમાં ફરીયાદ દાખલ.

બોટાદ જિલ્લાના બરવાળા ખાતે તાલુકા પંચાયતના નાયબ હિસાબનીશ રમેશ મોહનભાઈ પરમાર દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોતાના ઉપરી અધિકારીને વિશ્વાસમાં લઈ ગત તારીખ 03-08-2019ના ચેક રૂૂ.6,13,960 પોતાના તથા અન્ય બીજા બે ખાતામાં જમા કરાવી રૂૂપિયા 6,13,960ની સરકારી નાણાંની ઉચાપત કરી હોવાની બરવાળા તાલુકા પંચાયતના હરેશ ઘનશ્યામભાઈ વઢવાણીયાએ બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા બરવાળા પોલીસે નાયબ હિસાબનીશ રમેશ મોહનભાઈ પરમાર વિરુદ્ધ કલમ 409, 420 મુજબ ફરીયાદ દાખલ કરીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE