ભાવનગરના કાળા તળાવ નજીક કારમાંથી દોઢ લાખનો દારૂ મળ્યો

ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પોલીસ વિસ્તારમાંથી એક સફેલ કલરની કાર પસાર થવાની હોય અને આ કારમાં વિદેશી દારૂૂની હેરફેર થતી હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન પોલીસને કાળાતળાવ નજીક બાતમી મળેલ કાર રોડ પર પાર્ક કરેલ મળી આવતા તેમાં તપાસ કરતા દોઢ લાખથી વધુનો વિદેશી દારૂૂ મળી આવ્યો હતો જ્યારે રેડ દરમિયાન ડ્રાઇવર હાજર મળી આવ્યો ન હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

વનગર જિલ્લાના વેળાવદર ભાલ પોલીસ ભારત બંધ એલાન અન્વયે પોલીસ પેટ્રોલીંગમાં હતી તે વેળાએ ચોક્કસ બાતમી મળી હતી કે, કાળાતળાવ નજીકથી એક સફેદ કલરની સ્વિફ્ટ કાર પસાર થવાની હોય તેમજ આ કારમાં દારૂૂની હેરફેર થતી હોવાની ચોક્કસ બાતમી રાહે વેળાવદર ભાલ પોલીસે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન પોલીસને કાળાતળા ગામ નજીક રોડની કીનારીએ બાતમીવાળી કાર દેખાતાં જેમાં તપાસ કરતા ડ્રાઇવર હાજર મળી આવ્યો ન હતો અને કારમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂૂની બોટલો નંગ 1,137 કિ.રૂૂા. 1,54,410 નો મુદ્દામાલ મળી આવતા કબ્જે કરાયો હતો જ્યારે ડ્રાઇવર વિરૂૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE