રાજકોટની પ્રોફેસર મારફતે સંપર્કમાં આવેલ એક ભેજા બાજ શખ્સે રાજકોટ અને ઉના પથંકના 9 જેટલા વિધાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં ફૂડ પેકિંગની નોકરીની લાલચ આપી રૂૂ. 22.50 લાખ પડાવી છેતરપિંડી કરી ભાગી જતા આ મામલે પોલીસમાં અરજી કરવામાં આવી છે. રાજકોટ પોલીસે ભેજાબાજને પકડવા તપાસ શરુ કરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક સેમિનાર યોજાયો હોય જેમાં પ્રોફેસર રવેસિંગભાઈ બાલુભાઈ ઝાલાના માધ્યમથી લોયડ જોસેફ રોજારિયો નામના શખ્સે વિધાર્થીઓને ખેડૂત ખાતેદાર હોય તો ઓસ્ટ્રેલિયામાં ફૂડ પેકિંગની નોકરી હોવાનું કહી રૂૂપિયા કમાવવાની લાલચ આપી હતી. ભેજાબાજની આ સ્કીમમાં ઉના તાલુકાના ખાપટ ગામના પ્રકાશભાઈ ગોવિંદભાઈ ઝાલા, મયૂરભાઈ કાળુભાઈ ચૌહાણ, માનસિંગભાઈ બચુભાઈ ચૌહાણ અને જયરાજ સુનિલભાઈ ઝણકાટ તેમજ રાજકોટના પાંચ વિદ્યાર્થી રવિ સોલંકી, ભાવેશ રાજાણી, શૈલેન્દ્રસિંહ ઝાલા, જયદીપ સંઘાણી અને અજય ગોધાણી અંગ્રેજી ભવનના પ્રોફેસર રવિ ઝાલાના માધ્યમથી લોયડ જોસેફ રોજારિયની સ્કીમમાં રૂૂ.2.50 લાખ બેંક ખાતામાં જમા કરાવ્યા હતા.
ગઈ તારીખ 4/6/2022ના એગ્રીમેન્ટ મુજબ અમદાવાદના બોડકદેવ, વેસ્ટર્ન પાર્કમાં રહેતા લોયડ જોસેફે ઓસ્ટ્રેલિયામાં વર્ક વિઝા માટે અઢી-અઢી લાખ એમ કુલ 12.50 લાખ આપ્યા હતા 9 વિધાર્થીઓએ આપેલ રૂૂપિયા પરત કરવાની સમય મર્યાદા એગ્રીમેન્ટની શરત મુજબ 14 મહિના હતી જે પૂરી થઇ ગઈ. છતાં લોયડ જોસેફેનો કોઈ જવાબ આવ્યો નહી અને તેનો નંબર બંધ ગયો હતો. અમદાવાદના તેના સરનામે કોઈ રહેતું નથી અને શૈક્ષિક સંઘના આ પ્રોફેસરે પણ હાથ ઊંચા કરી દેતા 9 જેટલા વિદ્યાર્થીએ 22.50 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે.આ મામલે ઉના અને રાજકોટ પોલીસમાં વિધાર્થીઓએ અરજી કરતા પોલીસે તપાસ શરુ કરી છે.