અભિયાનના પ્રદેશ સંયોજક તરીકે કે. સી. પટેલઃ જન્માષ્ટમી પછી વિધિવત પ્રારંભઃ સ્થાનિકથી માંડી પ્રદેશ સુધી નવા માળખા રચાશે
ભાજપ દ્વારા સંગઠનની દેશવ્યાપી યોજનાના ભાગરૂપે ગુજરાતમાં સદસ્યતા અભિયાન શરૂ થઇ રહ્યુ છે. રાજયના અભિયાનના પ્રદેશ સંયોજક તરીકે પૂર્વ પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલને જવાબદારી સોંપવામાં આવ્યાનું જાણવા મળે છે. તેની રાજય કક્ષાની પ્રથમ કાર્યશાળા તા. ર૧ બુધવારે બપોરે ૧ વાગ્યે ગાંધીનગર પ્રદેશ કાર્યાલયમાં રાખવામાં આવી છે.
કેન્દ્રની યોજના અનુસાર સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાનનો શુભારંભ થયેલ છે. શ્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મહામંત્રીશ્રી ડો. રાધામોહનદાસજી અગ્રવાલની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળાનું આયોજન છે. પ્રદેશ પદાધિકારીઓ, પ્રદેશ મોરચાના પ્રમુખ – મહામંત્રીઓ, સદસ્યતા અભિયાનની પ્રદેશ ટીમના સભ્યો, પ્રદેશ સેલ-વિભાગના સંયોજક – સહસંયોજક, સાંસદ (લોકસભા, રાજયસભા), ધારાસભ્યશ્રીઓ, જીલ્લા-મહાનગરના પ્રભારીઓ, જીલ્લા મહાનગરનાં પ્રમુખ-મહામંત્રીઓ જીલ્લા મહાનગરના સદસ્યતા અભિયાનના સંયોજક – સહસંયોજક, જીલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ, મહાનગરના મેયર, ડે. મેયર વગેરે તા. ર૧ મીની બેઠકમાં અપેક્ષિત છે.
ગુજરાતમાં છેલ્લા ૪ વર્ષથી સી. આર. પાટીલ પ્રદેશ પ્રમુખ છે. તેમની મુદત પૂરી થઇ ગઇ છે. તેમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. તેથી નવા પ્રદેશ પ્રમુખની વરણી નિヘતિ છે. સભ્ય નોંધણીનો વિધિવત પ્રારંભ સપ્ટેમ્બરના પ્રારંભે થવાની શકયતા છે. બે – ત્રણ મહિના સંગઠન પર્વ ચાલશ.ે દિવાળી આસપાસના સમયમાં વોર્ડ અને તાલુકા કક્ષાથી માંડી પ્રદેશ કક્ષા સુધીના નવા માળખા રચાઇ જવાની ધારણા છે. સભ્ય નોંધણી માટે દરેક શહેર-જીલ્લામાં સંયોજકની નિમણૂક કરવામાં આવશે. નવા સંગઠનના કાર્યકાળમાં જ ર૦ર૬ ના વર્ષની તાલુકા – જિલ્લા પંચાયતોની ચૂંટણી લડવામાં આવશે. બુધવારની કાર્યશાળામાં સદસ્યતા અભિયાનની રૂપરેખા જાહેર કરવામાં આવશે.
Post Views: 80