ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો સિઝન – ટુ ફરી એક વખત આવશે

‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ સીઝન 2નું શૂટિંગ 13 ઓગસ્ટથી શરૂ થયું. અહેવાલ છે કે પ્રથમ એપિસોડમાં ‘ફેબ્યુલસ લાઇવ્સ ઓફ બોલિવૂડ વાઇબ્સ’ સીઝન 3ની સ્ટારકાસ્ટ સામેલ થશે. આ સિઝનમાં સામેલ થનારા તમામ મહેમાનોના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. જો કે આ વખતે પણ ઘણા મોટા સ્ટાર્સ ગેસ્ટ તરીકે જોવા મળશે તેવી આશા છે.

તમને જણાવી દઈએ કે, કપિલ શર્મા અને તેની ટીમ આ વર્ષની શરૂઆતમાં સોની ટીવી પરથી નેટફ્લિક્સ પર શિફ્ટ થઈ ગઈ હતી. તેના ચાહકોને આ શો ગમ્યો, પરંતુ કેટલાક લોકોને લાગ્યું કે તેમાં નવીનતાનો અભાવ છે.

મિશ્ર પ્રતિસાદને કારણે, કેટલાક મીડિયા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે શો વહેલો બંધ કરવામાં આવી રહ્યો છે. જો કે, ટીમે પાછળથી સ્પષ્ટતા કરી કે આ શો શરૂઆતમાં 13 એપિસોડ માટે ચલાવવાની યોજના હતી અને ટૂંક સમયમાં નવી સીઝન આવશે.

પ્રથમ સિઝનમાં ક્રિકેટ, સંગીત અને મનોરંજન ઉદ્યોગની મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ શોમાં આમિર ખાન, નીતુ કપૂર, રણબીર કપૂર, કાર્તિક આર્યન અને સારા અલી ખાન જેવા મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા.

આમીર, જે અગાઉ ક્યારેય કપિલના શોમાં દેખાયો ન હતો, તેણે શોમાં ભાગ લીધો હતો અને તેના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો શેર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE