સુરતની કામરેજ પોલીસે નકલી IPS અધિકારીને ઝડપી લીધો છે. ઝડપાયેલ ઇસમ પ્રદીપ પટેલે, સમીર જમાદાર નામના વ્યક્તિને કામરેજના વલથાન નજીક આવેલ તોરણ હોટેલમાં ભાગીદારી કરવા કહ્યું હતું. બાદમાં 23 લાખ રૂપિયા પડાવી લીધા હતા. 23માંથી 11 લાખ પરત ન કરતા સમીરભાઈએ કામરેજ પોલીસને જાણ કરી હતી. કામરેજ પોલીસે ફરિયાદના આધારે પ્રદીપ પટેલને ઝડપી લીધો છે. ઝડપાયેલ પ્રદીપે ફરિયાદી સમીર ભાઈને પોતે IPS ઓફિસર હોવાની ઓળખ આપી હતી. નકલી IPS બની ફરતા પ્રદીપ પટેલે અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી હોવાની પોલીસને શંકા છે.
Post Views: 60