નોંધનીય છે કે, ઉપરવાસમાંથી પાણીની આવક નોંધાતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. નર્મદા ડેમની જળ સપાટી આ ચોમાસામાં પ્રથમવાર 135.61 મીટર પર પહોંચી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે, ઉપરવાસમાંથી 2,73900 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમમાં 3828.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. હાલ નર્મદા ડેમ 88 ટકા ભરાયો છે. નર્મદા ડેમ મહત્તમ સપાટી થી માત્ર ત્રણ મીટર જ દૂર છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પણ નર્મદા ડેમના 9 દરવાજા ખુલ્લા છે. ડેમ દરવાજામાંથી 1,51976 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
Post Views: 74