રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા,ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાના જણાવ્યાનુસાર તા.21 ને રવિવારના રોજ શહેર ભાજપ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન અવસર નિમિતે શહેરના તમામ વોર્ડમાં આવેલા વિવિધ મંદિરો તેમજ આશ્રમોમાં ગુરૂપૂજનનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. આ શુભ દિવસે શહેર ભાજપ દ્વારા શહેરના તમામ વોર્ડના વિવિધ મંદિરો આશ્રમોમાં ભાવવંદના અને ભકિતસભર ગુરૂપૂજનના કાર્યક્રમો યોજવામાં આવેલ હતાં. શહેર ભાજપના અગ્રણીઓ દ્વારા ગુરૂનું પૂજન અર્ચન કરી ગુરૂવંદના કાર્યક્રમ કરવામાં આવેલ હતો. કાર્યક્રમોમાં દરેક વોર્ડમાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતાં તેમ જણાવ્યું હતું.
Post Views: 96