રાજકોટ શહેરના લોકોની રજુઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સુચનો આવકારવા મનપા દ્વારા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને વોર્ડ વાઈઝ મેયર તમારા દ્વારે (લોક દરબાર)ની તા. રરથી શરૂઆત થવાની છે. સોમવારે સવારે 9 કલાકે વોર્ડ નં.1માં ધરમનગર કો.ઓપ.હા.સોસા. પ્લોટ, ધરમનગર સોસાયટી શેરી નં.3ના ખૂણે, સ્ટરલિંગ હોસ્પિટલ પાછળ, 150 ફૂટ રિંગ રોડ ખાતેથી શુભારંભ કરવામાં આવશે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ અધિકારીઓ કર્મચારીઓ તથા સંબંધિત એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી સ્થળ મુલાકાત કરી હતી અને મંડપ, ખુરશી, પાણી સહિતની બાબતની વ્યવસ્થા કરાવી હતી. આ સમયે કોર્પોરેટર ડો.અલ્પેશભાઈ મોરજરીયા, કાનાભાઈ સતવારા, લલિતભાઈ વાડોલીયા, જયદિપસિંહ જાડેજા, વોર્ડ એન્જીનીયર ધીરેન કાપડીયા, મેનેજર કૌશિક ઉનાવા વગેરે હાજર રહ્યા હતા.
Post Views: 96