કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર દ્વારા તંત્રની આંખ ઉઘાડતી રજૂઆત
રાજકોટ શહેરના વોર્ડ નં. ૧૩ માં આવેલ મવડી ઓવરબ્રીજ ઉપર આવેલ ગાબડા કોઇ મોટો અકસ્માત થાય એ પહેલા તુરંત બુરવા કાર્યવાહી કરવા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ વોર્ડ નં. ૧૩ માં મવડી ફાટક ઉપર ઓવરબ્રીજ આવેલ છે. જેમાં ઘટના સ્થળ ઉપર જઇને નિરીક્ષણ કરતા મોટુ ગાબડુ જોવા મળેલ અને તેમાં લોખંડના સળીયા દેખાતા હતા કોઇ અકસ્માત થાય એ પહેલા તાત્કાલીક રીપેર કરવા માંગ કરાઇ છે. વોર્ડ નં. ૧૩ માં હાલમાં રામનગર, અંબાજી કડવા પ્લોટ, લોધેશ્વર સોસાયટી, ટપુભવાન પ્લોટ અને બીજી અન્ય સોસાયટીમાં ડી.આઇ. પાઇપનું કામ ચાલુ હોય જેની માટી બેસી જવાથી મોટા ખાડા પડયા છે. જે પણ તાત્કાલીક બુરી અને મોરમ નાખવી જોઇએ અને લોકોને હાલાકી માંથી મુકિત અપાવવા રજૂઆત કરી હતી.
Post Views: 92