આઠ રાજ્યોના સંચાલકો ઉપસ્થિત રહેશે
આગામી તા.20 થી તા.21 જુલાઇ શનિ અને રવિવારના રાજકોટ ગોપાલ નમકીન ખાતે ભારતભરના મંત્રોષધિ સુવર્ણ પ્રાશન કેન્દ્ર તથા ગર્ભ સંસ્કાર કેન્દ્રના સંચાલકોનું મહા સંમેલનનું આયોજન જીઆઇડીસી મેટોડા ઇન્ડસ્ટ્રીયલ એસો. બિલ્ડીંગ, ગેઇટ નં. 2ની અંદર, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ સંમેલનનો પ્રારંભ તા.20ના શનિવારના સવારે 10 વાગે થશે તથા રવિવારની સાંજ સુધી ચાલશે તેમ ગોપાલ નમકીનના મેનેજીંગ ડીરેક્ટર શિવાંગી હદવાણી, સંસ્કૃતિ આર્ય ગુરુકુલમના મેહુલભાઇ આચાર્ય તથા ગોપાલ નમકીનના માર્કેટીંગ મેનેજર કરન વોરા વગેરેએ જણાવ્યું હતું. ઉપરોક્ત સંમેલનમાં આઠ રાજ્યમાંથી સંચાલકો ઉપસ્થિત રહેનાર છે. જે લોકો મંત્રોષધિ સુવર્ણપ્રાશન કેન્દ્ર ખોલવા માંગતા હોય કે મંત્રોષધિ ગર્ભસંસ્કાર કેન્દ્ર ખોલવા માંગતા હોય તે લોકો માટે ટ્રેઇનીંગનું આયોજન આ સમેલનમાં કરવામાં આવ્યું છે તેમજ ગુરૂપૂર્ણિમા પર વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.