શિક્ષણમાં સૌરાષ્ટ્ર – કચ્છમાં આગવું સ્થાન ધરાવતી એવી મોદી સ્કૂલમાં રાજ્ય પરીક્ષા બોર્ડ – ગુજરાત રાજય દ્વારા પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષાનું આયોજન ફેબ્રુઆરી માસમાં કરવામાં આવ્યું હતું. જેમાં ધો.6 ના રાજકોટમાંથી 20 વિદ્યાર્થીઓ પસંદગી પામેલ છે, તેમાંથી 12 વિદ્યાર્થીઓ મોદી સ્કૂલના છે. જે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેમાં પી.વી. મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ ચાવડા માહિર, કિકાણી કાશ્મી, ગોહેલ ભાર્ગવ, મકવાણા જૈનીશ, રૈયાણી મીત, ડોબરીયા વંશ, અઘેરા ટિયા, ખૂંટ હિત તથા વી.જે.મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ કણજારીયા ધાર્વી, ભીમાણી કૈયા તથા મોદી સ્કૂલ અંબિકા ટાઉનશીપના વિદ્યાર્થી વઘાસિયા દર્શન તથા મોદી સ્કૂલ ઈશ્વરીયાના વિદ્યાર્થી હિરપરા વાસુ ઉતીર્ણ થયેલ છે. શાળાના પ્રિન્સિપાલઓ, હેડઓ, સ્ટાફ ગણ તથા વિદ્યાર્થી મિત્રોએ તમામને અભિનંદન પાઠવ્યા હતા.
Post Views: 86