સુરતમાં એક બાદ એક મોટી દુર્ઘટનાઓ બની રહી છે, ત્યારે આજે તા. 10 જુલાઈની સવારે શહેરના ઉધના વિસ્તારમાં આવેલી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભીષણ આગ લાગી હતી, જેના લીધે ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ઉધના વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મંદિર પાસે નજીકની રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલના પ્લાયવૂડના કારખાનામાં આજે સવારે ભીષણ આગ લાગી હતી.
Post Views: 131