સિક્કિમના તમામ ધારાસભ્યો NDA ગઠબંધનમાં જોડાઈ ગયા
ભારત હેડલાઈન, તા.૧૦
સિક્કિમ ડેમોક્રેટિક ફન્ટના (SDF) એકમાત્ર ધારાસભ્ય તેનઝિંગ નોબું લામથા શાસક પણ સિક્કિમ ક્રાંતિકારી મોરચામાં (SKM) જોડાઈ ગયાં છે. સત્તા પક્ષમાં લામથાના જોડાવવાથી સિક્કિમમાં હવે વિપક્ષના કોઈ ધારાસભ્ય રહ્યાં નથી. સિક્કિમની વિધાનસભા ચૂંટણીમાં સિક્કિમ કાંતિકારી મોરચા અને ભારતીય જનતા પાર્ટીએ બંને અલગ રહીને ચૂંટણી લડ્યાં હતા. જ્યારે કેન્દ્રમાં જઊંખ પાર્ટી ભાજપના નેતૃત્વ વાળા ગઉંઅ માં જોડાયેલી હોવાથી હવે સિક્કિમમાં એક પણ વિપક્ષના નેતા રહ્યાં નથી. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે સોશિયલ
મીડિયાના માધ્યમ ફેસબુક પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે, ‘આજે મને મારા સરકારી આવાસ ખાતે ૨૩-સ્યારી વિધાનસભા બેઠકના ધારાસભ્ય તેનઝિંગ નોબું લામથાને મળી ખૂબ જ આનંદ થયો છે. તેઓ સત્તાવાર રીતે આપણાં SKM પરિવારમાં જોડાઈ ગયાં છે,’ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, લામથાએ પોતાના મતવિસ્તારને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે એક વ્યાપક વિકાસની યોજનાના ભાગરૂપે તેમના મતવિસ્તારના લોકોની સમસ્યાનો નિકાલ થશે