શહેરના મોટાભાગના વોકળામાં કચરાનાં ઢગલા, અમુક વોકળા બંધ જેવી હાલતમાં !!
વોંકળાની સફાઈ થયા બાદ સ્થાનિકો કચરો ઠાલવતા હોવાનો અધિકારીઓ દ્વારા કરાતો લૂલો બચાવ !?
આજ દિન સુધી વોંકળામાં કરાયેલ સફાઈ કાર્યવાહી અને એમના ખર્ચ બાબતે તંત્રનું ભેદી મૌન!?
રાજકોટ મનપા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત 44 જેટલા વોકળાની સફાઈ કરવામાં આવી હતી. આ માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. જોકે ચોમાસુ શરૂ થયા બાદ મામુલી વરસાદમાં પાણી ભરાતા હોવાની ફરિયાદો સામે આવતા ભારત હેડલાઇનની ટીમ દ્વારા 10 થી વધુ વોકળાની રૂબરૂ મુલાકાત લઈ તપાસ કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના વોકળામાં કચરાનાં ઢગલા જોવા મળ્યા હતા. જ્યારે અમુક વોકળા તો બંધ જેવી હાલતમાં જોવા મળતા વોકળા સફાઈ માટે થયેલો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે. જોકે સફાઈ થયા બાદ સ્થાનિકો કચરો ઠાલવતા હોવાનો લૂલો બચાવ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે