અત્યાર સુધીમાં જમીન, મકાન કે પ્લોટમાં અસામાજિક તત્વો ગેરકાયદે કબજો જમાવતા હતા પરંતુ હવે એક નવી પેટર્ન શરૂ થઈ હોય તેવું સામે આવ્યું છે. દબાણકર્તા હવે એસ.ટી. બસ સ્ટેશન પર કબજો જમાવી રહ્યા છે. ગામના પાદરમાં આવેલા બસ સ્ટેશન પર
દુકાન નાખી વેપારી શરૂ કરી દીધો છે. રાજકોટતાલુકાના પડધરીના સરપદડ ગામના એસ.ટી.બસસ્ટેશન પર દબાણકર્તાઓએ કબજો કરી લીધો છે.
સરપદડ ગામનું બસ સ્ટેશન કે જ્યાં દિવસભર મુસાફરોનો ટ્રાફિક સતત ધમધમતો રહે છે ગ્રામ્ય વિસ્તારની અને શહેરની બસ ત્યાં આવતી હોવાતી
મુસાફરો એકઠા થતા હોય છે ત્યાં જ ગેરકાયદે રીતે કબજો કરી લેતા મુસાફરોને હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. બસ સ્ટેશન પાસે જ ચાની કેબીન, પાનનો ગલ્લો બનાવી વેપાર કરી રહ્યા છે ત્યારે સવાલ એ થાય કે, તંત્ર આંખ આડા કાન કેમ કરી રહ્યું છે શું આ લોકો સાથે ગ્રામ પંચાયતની મીલીભગત છે
Post Views: 156