મોદી અને પુતિન વચ્ચે મિત્રતાની તસવીરો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ કરી ઐતિહાસિક જાહેરાત

Nato Summit: નાટો સમિટના પહેલા જ દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેને રશિયાની ચિંતા વધારી દીધી છે. બિડેને જાહેરાત કરી હતી કે અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, રોમાનિયા અને ઇટાલી યુક્રેનને પાંચ વધારાની હવાઈ સંરક્ષણ પ્રણાલી અને મોટી માત્રામાં દારૂગોળો પૂરો પાડશે.

નાટોની 75મી વર્ષગાંઠ નિમિત્તે અમેરિકાના વોશિંગ્ટનમાં આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે વોશિંગ્ટનમાં દુનિયાભરના નાટોના સભ્ય દેશોના પ્રતિનિધિઓ એકઠા થયા છે. નરેન્દ્ર મોદીની રશિયા મુલાકાત વચ્ચે શરૂ થયેલી નાટોની સમિટ આ વખતે યુક્રેનમાં થયેલા યુદ્ધ પર કેન્દ્રિત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને એક શક્તિશાળી ભાષણથી શિખર સંમેલનની શરૂઆત કરી હતી જેમાં તેઓ રશિયા માટે ખૂબ જ આક્રમક દેખાયા હતા અને યુક્રેનનો બચાવ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

રાષ્ટ્રપતિ જો બિડેને મંગળવારે સંમેલનના પ્રારંભિક ભાષણમાં કહ્યું, “આજે હું યુક્રેનને હવાઈ સંરક્ષણના ઐતિહાસિક દાનની જાહેરાત કરી રહ્યો છું. અમેરિકા, જર્મની, નેધરલેન્ડ્સ, રોમાનિયા અને ઇટાલી યુક્રેનને પાંચ વધારાની હવાઈ સંરક્ષણ પ્રણાલી પૂરી પાડશે.”

યુક્રેનને મળશે મોટી ભેટ

અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેને એમ પણ કહ્યું હતું કે, રશિયાના યુક્રેન પરના આક્રમણનો સામનો કરવા માટે નાટોના સભ્ય દેશો હવાઈ સંરક્ષણની સાથે સારી માત્રામાં દારૂગોળો પૂરો પાડશે. બિડેને કહ્યું, “પુતિન યુક્રેનને ખતમ કરવા અને નકશામાંથી ભૂંસી નાખવા માંગે છે.” બિડેને ભારપૂર્વક જણાવ્યું હતું કે યુક્રેન પુતિનને રોકી શકે છે અને કરશે.

81 વર્ષીય બિડેન તેમના સમગ્ર ભાષણ દરમિયાન આક્રમક રહ્યા હતા. વ્હાઇટ હાઉસને આશા છે કે નાટો સંમેલન બાદ જો બિડેનની છબીમાં સુધારો થશે. જે પ્રેસિડેન્શિયલ ડિબેટ દરમિયાન ગડબડી થઈ હતી.

અમેરિકા ભારતની તાકાતનો સ્વીકાર કરે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયા યાત્રા પર પેન્ટાગોનના પ્રેસ સચિવ મેજર જનરલ પેટ રાયડરે કહ્યું કે અમેરિકા ભારતને વ્યૂહાત્મક ભાગીદાર માને છે અને અમે વડાપ્રધાન મોદીની મુલાકાત પર નજર રાખી રહ્યા છીએ. તેમણે મીડિયાને કહ્યું કે, “હું એ પણ નોંધવા માંગુ છું કે વડા પ્રધાન મોદી પણ તાજેતરમાં યુક્રેનના રાષ્ટ્રપતિને મળ્યા હતા અને ખાતરી આપી હતી કે ભારત યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાન માટે પ્રયાસ કરવાનું ચાલુ રાખશે.”

Leave a Comment

READ MORE

READ MORE