વ્યાજખોરીના સામાજિક દુષણનો અંત લાવવા રાજકોટ રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી
ગૃહ વિભાગ ગાંધીનગર દ્રારા રાજ્યમાં અનઅધિકૃત રીતે નાણા ધિર-ધારનો ધંધો કરતા વ્યાજખોરોના ચક્રમાં ફસાય ગયેલા નિર્દોષ લોકો કે જેમની પાસેથી વ્યાજ ખોરોએ ખોટી રીતે નાણા પડાવ્યા હોય અથવાતો ખોટી રીતે પજવણી કરતા હોય તેવા લોકોને વ્યાજખોરીના ચુંગાલમાંથી છોડાવવા, નાણા ધીરધારનો ધંધો ડાઘમુક્ત બને અને ગેરકાયદેસર વ્યાજે નાણા આપતા લોકો પર લગામ લગાવવા સારૂ રાજયભરમાં પોલીસ દ્રારા જુન-૨૦૨૪ થી એક માસ દરમ્યાન ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવેલ છે.
શ્રી અશોક કુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ દ્રારા સદર ખાસ ડ્રાઇવનો રેન્જ હસ્તકના જિલ્લાઓના પોલીસ અધિક્ષકશ્રીઓને સુચના કરી પોતાના કાર્યક્ષેત્ર હેઠળના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં બહોળો પ્રચાર-પ્રસાર કરાવડાવી આવા અન અધિકૃત રીતે નાણા ધિર-ધારનો ધંધો કરતા વ્યાજખોરોના ચક્રમાં ફસાય ગયેલા નિર્દોષ લોકોને બચાવવા આ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. સદર ખાસ ડ્રાઇવ દરમ્યાન રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં કુલ – ૨૬ આરોપીઓ વિરધ્ધ વ્યાજખોરીના કુલ – ૧૨ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. સદર ખાસ ડ્રાઇવ દરમ્યાન રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કુલ – ૧૬૪ જેટલા લોક દરબારો યોજી ભોગ બનનારની રજુઆતો સાંભળી કુલ – ૧૦ રજુઆતો મેળવી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
સરકાર દ્રારા નાના-મોટા વેપાર માટે સાવ નજીવા દરે અને સબસીડીના લાભ સાથે નાણા આપવામાં આવતા હોય છે જે અન્વયે આ પ્રકારની લોન સહાય આપતા સરકારી તથા અન્ય વિભાગોના પ્રતિનિધીઓ સાથે સંકલન કરી લોન ધિરાણ અપાવવા માટે રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં કુલ – ૦૯ કેમ્પોનુ આયોજન કરી કુલ – ૨૫ લોન મંજુર કરવામાં આવેલ છે આ મંજુર થયેલ લોનની કુલ રકમ રૂ.૧,૭૧,૪૦,૨૭૬/- છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog