ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે પ્રાથમિક શાળા માં સ્પેશિયલ આચાર્ય તરીકે નિમણૂક પામેલ જતીનકુમાર કાંતિલાલ પટેલ દ્વારા શાળા મેનેજમેન્ટ કમિટી(smc) ના સભ્યો તથા સરપંચ તથા ગામના લોકો સાથે દૂર વ્યવહાર કરતા હોય અને શાળામાં કોઈ પણ ક્લાસ લેતા નથી અને છોકરાઓનું ભણતર બગડતું હોય એવા આક્ષેપો સાથે ગામના સરપંચ તથા શાળા મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ તથા કમિટીના સભ્ય દ્વારા અનેકવાર જિલ્લા શિક્ષણ અધિકારી તથા તાલુકા શિક્ષણ અધિકારી ને અનેક વાર રજૂઆત કરેલ અને ઉપરોક્ત જતીનકુમાર કાંતિલાલ પટેલ ને રાજ ચરાડી પ્રાથમિક શાળા માંથી અન્ય કોઈ પણ જગ્યાએ બદલી કરવા માટે રજૂઆત કરવામાં આવેલ પરંતુ આજ દિન સુધી બદલી કરવામાં આવેલ નથી અને આજરોજ સવારે કામગીરી ફેરફાર અન્વયે નિમકનગર ગંજા તાલુકો ધ્રાંગધ્રા ખાતે હંગામી નિમણુક આપેલ છે પરંતુ ગામ લોકો દ્વારા એવી માંગણી છે કે આચાર્ય જતીનભાઈ ની કાયમી ધોરણે બદલી કરવામાં આવેલ નથી જેથી આજરોજ તારીખ 10/07/24 ના કલાક 14/10 વાગ્યે ગામના સરપંચ નટવરભાઈ કરમશીભાઈ પારેજીયા તથા(smc) અધ્યક્ષ વિજયગીરી પી ગોસાઈ તથા એસએમસી સભ્ય ટીકુભાઈ બી સોલંકી ની આગેવાની માં ગામના આશરે 25 લોકો દ્વારા શાળાને તાળા બંધી કરવામાં આવેલ છે અને જ્યાં સુધી ઉપરોક્ત આચાર્યશ્રીની કાયમી બદલી નહીં કરવામાં આવે ત્યાં સુધી સ્કૂલને તાળાબંધી રહેશે અને બાળકોનું ભણતર બગડે તેની સઘળી જવાબદારી તંત્રની રહેશે એવી માંગણી કરેલ છે.
રીપોર્ટ :રવિરાજ સિંહ પરમાર…ધાંગધ્રા