સોના-ચાંદી અને રોકડ સહિત ૧૦ લાખથી વધુની મતા ચોરી ગયા રાજકોટમાં તસ્કરો રૂપ ” દવાનો છટકાવ કર્યો હોવાથી પરિવાર સંબંધીના ઘરે ગયો હતો. રાજકોટ શહેરમાં વરફોડ ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. બંધ મકાનમાં ત્રાટકી લાખોની માલમત્તા ચોરી જતાં તસ્કરોએ વધુ એક વખત પોલીસને પડકાર ફેંક્યો છે. શહેરના કરણપરા વિસ્તારમાં રહેતાં ઈલેક્ટ્રોનિક આઈટમના વેપારીના ૩ દિવસથી બંધ રહેલા મકાનમાં ત્રાટકી તસ્કરો રોકડ, સોનાના દાગીના, ચાંદીની ઈંટો સહિતની ૧૦ લાખથી વધુની માલમત્તા ચોરી જતાં એ-ડિવીઝન પોલીસ, કાઈમ બ્રાંચ અને એલસીબીની ટીમો કામે લાગી છે. વેપારીના ઘરમાં શનિવારે ઉધઈને કારણે પેસ્ટ કન્ટ્રોલ કરાવ્યું હોવાથી ઘરમાં દવાની વાસ આવતી હોવાથી પરિવારના સભ્યો મકાનને તાળા લગાવી નજીકમાં રહેતાં ફઈના ઘરે ગયા હતાં. મકાન સતત બે દિવસ બંધ રહેતા વેપારીએ આજે સવારે ઘરે ગયા ત્યારે તાળા તૂટેલા જોવા મળ્યા હતાં. જે સીસીટીવી ફુટેજ ચેક કરતા એક તસ્કર સીસીટીવીમાં દેખાયો હતા. તેના આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. કરણપરા વિસ્તારમાં શેરી નં. ૧૨/૧૩ના ખુણે સિધ્ધાર્થ નામના ઘરમાં રહેતાં કેકીનભાઈ દિલીપભાઈ શાહના બંધ મકાનમાં ચોરી થયાની જાણ થતાં એ- ડિવીઝન પોલીસ ટીમ તત્કાળ પહોંચી હતી. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, જે ઘરમાં ચોરી થઈ છે, તેના માલિક કેકીનભાઈ દિલીપભાઈ શાહ છે અને તેમને ભુપેન્દ્ર રોડ પર રાજેશ્રી ટોકિઝ સામે સાંગણવા ચોકમાં ઇલેક્ટ્રીક કેમેરા સહિતની ચીજવસ્તુઓની દુકાન ધરાવે છે. કેકીનભાઈના ઘરમાં ઉધઈ થઈ ગઈ હોવાથી ગયા શનિવારે પેસ્ટ કન્ટ્રોલ વાળાને બોલાવ્યા હતાં અને દવાનો છંટકાવ કરાવ્યો હતો.
શનિવારે બપોરે ૩ વાગ્યે પેસ્ટ કન્ટ્રોલનું કામ પુરુ થઈ જતાં કારીગરો રવાના થઈ ગયા હતાં. જો કે, આખા ઘરમાં દવા છંટકાવ કરવામાં આવી હોવાથી જેની દુર્ગંધ આવતી હોવાથી વેપારી અને તેમના પરિવારના સભ્યો કરણપરામાં જ રહેતાં ફઈના ઘરે રોકાવા જતાં રહ્યા હતાં. આ કારણે ઘર બંધ રખાયું હતું. જો કે, વેપારી રવિવારે સવારે અને સોમવારે સવારે ઘરે આટો મારી આવ્યા હતાં અને સબ સલામત છે તે ચેક કરી આવ્યા હતાં. આંજે મંગળવારે સવારે ઘરે ગયા ત્યારે ઉપરના માળના રૂમના તાળા નકુચા તૂટેલા દેખાતા તપાસ કરતાં ઘરમાં ચોરી થયાની ખબર પડતાં પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ તસ્કરો રૂપિયા ૭૫ હજાર રોકડા, ચાંદીની બે ઇંટો, સોનાના દાગીના મળી ૧૦ લાખથી વધુની માલમત્તા ચોરી થવા પામી છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog