રાજનગર મેઈન રોડ પર ખાણીપીણીનાં ધંધાર્થીઓની તપાસ હવે રાજકોટમાં પાણીપુરીનું પાણી, અને ચટણી-બ્રેડ ખાધા જેવું નહીં

દાઝીયા તેલ સહિત અખાદ્ય ૩૧ કિલો જથ્થાનો નાશ ભારત હેડલાઈન, તા.૯ રાજકોટમાં ચોમાસાની શરૂઆતમાં કોલેરા સહિતના રોગચાળાએ માથું ઉંચકતા પાણી અને ખોરાકજન્ય રોગચાળો ફેલાવી શકે તેવી જગ્યાએ સઘન ચેકિંગ કરવાનો હુકમ મનપા કમિશનર દેવાંગ દેસાઇએ કર્યો હતો. જે અંતર્ગત આરોગ્ય અને ફૂડ શાખાએ ખાણીપીણી બજારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં રાજનગર મેઈન રોડ પર ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરી લોકોને બિમાર પાડે તેવા દાઝીયા તેલ, પાણીપુરીના ગંદા પાણી, ચટણી મળી ૩૧ કિલો અખાદ્ય માલનો નાશ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર ફૂડ વિભાગે આજે સેફટી વાન સાથે રાજનગર મેઈન રોડ પર ૨૪ ધંધાર્થીને ત્યાં તપાસ કરતા વડાપાઉં, ઘુથરા, એગ્સની દુકાનોમાંથી અખાદ્ય માલ મળી આવ્યો હતો. જોકે દાઝીયા તેલનો ઉપયોગ કરવો આરોગ્ય માટે ખુબ હાનિકારક છે. છતાં ફાસ્ટ ફૂડની બનાવટમાં તેનો ખૂબ ઉપયોગ કરાતો હોય આ પ્રવૃત્તિ રોકવા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ચેકિંગ દરમિયાન શહેરના રાજનગર મેઈન રોડ વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૪ ધંધાર્થીઓને ત્યાંથી ૩૧ કિલો જથ્થાનો નાશ કરી ૧૦ ધંધાર્થીને લાયસન્સ માટે નોટિસ આપવામાં આવી હતી. આ દરમિયાન ઠાકર વડાપાઉમાંથી અખાદ્ય દાઝીયા તેલનો ૧૦ કિલો, જલારામ વડાપાઉમાંથી દાજીપા તેલનો ૯ કિલો, પાણીપુરીમાંથી બટેટાનો માવો, પાણીપુરીનું પાણી ૩ કિલો, શ્રી ગણેશ ઘૂધરામાંથી ચટણીનો ૩ કિલો, કિસ્મત એગ્ઝ સેન્ટરમાંથી વાસી બ્રેડે ૩ કિલો, મારુતિ ઘૂઘરામાંથી ચટણીનો ૨ કિલો, કિસ્મત એગ્ઝમાંથી વાસી બ્રેડનો ૧ કિલોનો નાશ કરાયો હતો. જયારે દેવન રેસ્ટોરેન્ટ, જય રામદેવ ઘૂઘરા અને પટેલ વડાપાઉંને લાયસન્સ લેવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત બાલાજી પાઉભાજી, ન્યુ સંતોષ ભેળ, ઢોસા બાઈટ, શ્રીનાથજી ગાંઠિયા સહિતના સ્થળે તપાસ કરવામાં આવી હતી.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Comment

READ MORE

READ MORE