રાજકોટ ડીસ્ટ્રીકટ ફુટબોલ એસોસીએશન દ્વારા તાજેતરમાં સ્વ. શેઠ જયંતિલાલ કુંડલીયા મેમોરીયલ (ત્રીજી) અન્ડર-૧૪ તથા અન્ડર-૧૭ ભાઇઓની ઓપન રાજકોટ ફુટબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં અન્ડર-૧૪ ના ફાઇનલમાં માસ્ટર એફ.સી. ટીમ ચેમ્પીયન અને વાયસીસી ટીમ રનર્સઅપ બની હતી. જયારે અન્ડર-૧૭ ના ફાઇનલમાં રેલ્વે ચેમ્પીયન અને એસ.જી.વી.પી. રીબડા ટીમ રનર્સઅપ બની હતી. આર.સી.સી. બેંકના મેનેજર પ્રકાશભાઇ શંખાવાલા, આસીસ્ટન્ટ મેનેજર ધવલભાઇ કકકડ, બી.કે. જાડેજા, ચેતનસિંહ ગોહીલ, ગંભીરસિંહ જાડેજા, અરૂણ દવે, અજયભાઇ ભટ્ટના હસ્તે વિજેતા અને ઉપ વિજેતા ટીમોને ટ્રોફી તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ હતા. સમગ્ર ટીમોને સફળ બનાવવા ગુણુભાઇ ડેલાવાળા તથા પુરૂષોતમભાઇ પીપીળીયા (સી.ઇ.ઓ. આર.સી.સી. બેંક)ની આગેવાની હેઠળ એસો.ના હોદેદારો ડી.વી. મહેતા, મુકેશ બુંદેલા, બી.કે. જાડેજા, રોહિત બુંદેલા, જીવણસિંહ બારડ, અજય ભટ્ટ, ધર્મેશ છત્રોલા, અમૃતલાલ બહુરાશી, રાજેશ ચૌહાણ, જયેશ કનોજીયા, રોહીત પંડીત, અમિત શીયાળીયા, દિપક યશવંતે, ઉપેન્દ્રસિંહ ઝાલા, સાહીલ શેખ અને મનદીપસિંહ બારડ વગેરે સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog