ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી સુધીના રસ્તા પર મસમોટા ખાડાઓમાં, સ્વખર્ચે માટી અને કપચી નાંખી ખાડા બુર્યા : લોકોની પારાવર મુશ્કેલી ઉકેલતા આગેવાનો
રાજકોટ શહેરમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ રસ્તાઓ પર મસમોટા ખાડાઓથી લોકો પારાવાર મુશ્કેલીનો સામાનો કરે છે ત્યારે કોગ્રેસ દ્વારા શહેરના ગોડલ ચોકડીથી હુડકો ચોકડીના ખાડાઓ જાતે પુરી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેર કોગ્રેસ પૂર્વ પ્રમુખ જસવંતસિંહ ભટ્ટી, પૂર્વ કોર્પોરેટર ધનશ્યામસિંહ જાડેજા તથા ગોપાલ અનડકટ, રણજીત મુંધવા સહિતના આગેવાનો જાડાયા હતાં. દર ચોમાસામાં અમુક સમસ્યાઓ રિપીટ થાય છે. જેમાં વરસાદી પાણી ભરાવું, રોગચાળો ફાટી નીકળવો અને રસ્તા પર મસમોટા ખાડા પડવા આ સમસ્યાથી દરરોજ હજારો વાહનચાલકો હેરાન પરેશાન થઇ રહ્યા છે ત્યારે લોકોની કંમરના મણકા ભાંગી નાખતા ખાડા બુરવાનો નવતર કાર્યક્રમ કોંગ્રેસે કરી વિરોધ કર્યો હતો. રાજકોટમાં આમ તો વરસાદ પડતા જ તમામ રાજમાર્ગોનું ધોવાણ થઇ જતું હોય છે ત્યારે હાલ નજીવા વરસાદથી મનપા તંત્રના પાપે અનેક રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે ત્યારે ગોંડલ રોડ ચોકડીથી હુડકો ચોકડી તરફ જતા સર્વિસ રોડ ઉપર એક એક ફૂટના ગાબડાં પડી ગયા છે અહીંયા ઔદ્યોગિક વસાહત હોય દરરોજ હજારો વાહનચાલકો અહીંથી પસાર થઇ રહ્યા છે જે લોકોને ભારે યાતના વેઠવી પડી રહી છે. વધુમાં કોંગ્રેસે આગેવાનોએ જણાવ્યું કે કરવેરો ભરતા હોવા છતાં લોકોને કમરના મણકા ભાંગી નાખતા આ રસ્તાઓ ઉપરથી પસાર થવા મજબુર બનવું પડયું છે. મનપા તંત્રને ઢંઢોળવા માટે કોંગ્રેસ દ્વારા ગોંડલ ચોકડીથી હુડકો ચોકડી સુધીના રાજમાર્ગો ઉપર પડેલા મસમોટા ખાડાઓમાં સ્વખર્ચે માટી અને કપચી નાંખી ખાડા બુરવાનું કામ કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog