ધાંગધ્રા શહેર હળવદ રોડ ખાતેથી ભગવાન જગન્નાથની 11 મી રથયાત્રાની હર્ષ ઉમંગ સાથે ઉજવણી સંતો મહંતો ઉપસ્થિત રહેલ
ધાંગધ્રા શહેરના સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ,શહેરના વિવિધ મંદિરો સામાજિક સંસ્થાઓ ના સહયોગથી આજે ભવ્ય જગન્નાથ યાત્રાના કાઢવામાં આવી હતી આ રથયાત્રા અતિથિ વિશેષ ,સંતો મહંતો,સંસ્કાર ધામ ગુરુકુળના સંતો મહંતો,બીએસપી ગુરુકુળના સંત મહંત, તેમજ રામ બોલ મંદિરના મહંત,તેમજ આ રથયાત્રા માં ધાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા શક્તિ ચોક ખાતે ભગવાન જગન્નાથ રથ નુ સ્વાગત કરવામાં આવેલ હતું.
આજે 7 જુલાઈ અને અષાઢી બીજના દિવસે ગુજરાત ભરમાં ભગવાન જગન્નાથની સાથે સાથે રામદેવપીરની બીજ ની ભવ્ય ઉજવણી સાથે રથયાત્રાનું હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ , ધાંગધ્રા શહેરના વિવિધ મંદિરો સામાજિક સંસ્થાઓ ના સહયોગથી આજે ભવ્ય જગન્નાથ યાત્રાના કાઢવામાં આવી હતી આ રથયાત્રા અતિથિ વિશેષ ,સંતો મહંતો,સંસ્કાર ધામ ગુરુકુળના સંતો મહંતો,બીએસપી ગુરુકુળના સંત મહંત, તેમજ રામ બોલ મંદિરના મહંત,તેમજ આ રથયાત્રા માં ધાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથ રથ નુ સ્વાગત કરવામાં આવેલ તેમજ રથયાત્રામાં 35 જેટલા વિટર ફ્લોટો વિવિધ ભજન મંડળીઓ ની રમઝટ સાથે જય જગન્નાથ જય રણછોડ ના નાદ થી સમગ્ર વાતાવરણ આ રથ યાત્રાની હળવદ રોડ ખાતે થી શરૂઆત કરવામાં આવી હતી જે શહેરના રોકડિયા હનુમાન સર્કલ , શક્તિ મંદીર નવયુગ રોડ સહિતના શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વિહાર કરીને હળવદ રોડ શ્રી રામ ટ્રેક્ટર શો રુમ પાસે ધર્મસભા યોજી પુર્ણ કરવામાં આવી હતી આ સાથે ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ તેમજ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો
રિપોર્ટર : રવિરાજ સિંહ પરમાર…ધ્રાંગધ્રા