તા.૧૨ જુલાઈ એટલે ‘વર્લ્ડ પેપર બેગ ડે’ નિમિત્તે ખાસ ‘ઇકો ફ્રેન્ડલી પેપર બેગનું પ્રદર્શન’ નું આયોજન છે. પ્રદર્શનમાં જાહેર જનતા તથા શાળા, કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે અને પોતે જાતે ડીઝાઈન કરેલ પેપર બેગ્સ પ્રદર્શિત કરી શકે છે. વર્લ્ડ પેપર બેગ દિવસ ઉજવવનો મુખ્ય હેતુ પ્લાસ્ટિકની થેલીઓ કરતાં પેપર બેગના પર્યાવરણને અનુકૂળ ફાયદાઓ અને પ્લાસ્ટિકની બેગથી પર્યાવરણ પર થતી હાનિકારક અસરો અંગે જનજાગૃતિ વધારવાનો છે. જેમાં કોઇપણ લોકો કે શાળા કોલેજના વિદ્યાર્થીઓ પોતાની સર્જનાત્મકતાથી વેસ્ટ વસ્તુઓ માંથી બનાવેલ ઇકોફ્રેન્ડલી પેપર બેગ પ્રદર્શિત કરી શકે છે. આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ઇચ્છુક કોઈપણ વ્યક્તિએ પોતાની પેપર બેગ ડીઝાઈન ઘરેથી બનાવીને સેન્ટર ખાતે પ્રદર્શનમાં રાખવાની રહેશે. આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.
રજીસ્ટ્રેશનની લીંક https://bit.ly/RSCReg છે. રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૧૧ જુલાઈ ૨૦૨૪ છે અને પ્રદર્શન તારીખ ૧૨ જુલાઈ ૨૦૨૪ તથા સમય સવારે ૧૧:૦૦ થી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધીનો રહેશે. આ પ્રદર્શનમાં ભાગ લેનાર દરેક વ્યક્તિને પાર્ટીસીપેશન સર્ટીફીકેટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે. પ્રદર્શનમાં ભાગ લેવા માટે કોઈ નિયત ફી રાખેલ નથી. ભાગ લેનારાઓ અને મુલાકાતીઓએ ફક્ત સેન્ટરની એન્ટ્રી પાર્કિંગ ટીકીટ લેવાની રહે છે. જે તે દિવસના નિયત કરાયેલ ટીકીટ દરો લાગુ રહેશે. વધું માહિતી માટે ૦૨૮૧ ૨૯૯૨૦૨૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog