એઈમ્સ હોસ્પિટલમાં રાષ્ટ્રિય ડોક્ટર્સ ડે પર ઊજવણી કરવામાં આવી હતી. ભારત જેવા દેશમાં વિકસતી સ્વાસ્થ્ય સેવાઓના વધુ વિકાસ માટે ડોક્ટર્સ ડેની ઊજવણી કદાચ વધારે મહત્ત્વ ધરાવે છે. આપણે ત્યાં ડોક્ટરની તુલના ભગવાન સાથે કરવામાં આવે જ છે. એઇમ્સ હોસ્પિટલના એકઝીકયુટિવ ડાયરેક્ટર પ્રો.ડો.કર્નલ સી.ડી.એચ. કટોચના માર્ગદર્શન હેઠળ ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એઇમ્સ હોસ્પિટલના તમામ વિભાગોના ડોકટરો જોડાયા હતા. કાર્યક્રમ ડેપ્યુટી ડાયરેક્ટર કર્નલ પુનિત અરોરા, ડીન ડો. સંજય ગુપ્તા, ડીન ડો. સિમ્મી મહેરા, ડીન કર્નલ ડો. અશ્વિની અગ્રવાલ, ડીન ડો. સંજય ગુપ્તા તેમજ એડમિન વિભાગના સહકારથી યોજાયો હતો. એઇમ્સ હોસ્પિટલના એકઝીક્યુટિવ ડાયરેક્ટર પ્રો.ડો. કર્નલ સી.ડી.એચ. કટોચએ પોતાના વક્તવ્ય દ્વારા એઇમ્સમાં આવતા તમામ દર્દીઓની કાળજી રાખવી લોકો ડોક્ટરને ભાગવાનું સ્વરૂપ માને છે ત્યારે તમામે ફરજ નિષ્ઠાથી દર્દીઓનું ઋણ ચૂકવવું જોઈએ તેમ જણાવ્યું હતું.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog