ઉદ્ઘોષક મેહુલ રવાણી અને મ્યુઝિક ડિરેક્ટર રાજુ ત્રિવેદીના સહયોગથી પાર્શ્વ ગાયક અલ્પેશ ડોડીયાને નામે નોંધયો 170 ગીતો નો વર્લ્ડ રેકોર્ડ….
અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા સતત 15 કલાક સુધી યોજાયેલા મ્યુઝિકલ કાર્યક્રમમાં સંગીતપ્રેમીઓ ઝૂમ્યો
દિવસ દરમિયાન 5000 જેટલા પ્રેક્ષકોની જનમેદની હેમુગઢવી નાટ્યગૃહમાં ઉમટી…
ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ ના જજ ડો. પાર્થ ભાવેશ પંડ્યા અને શ્રી ક્રિષ્ના પાથૅ પંડ્યા દ્વારા વર્લ્ડ રેકોર્ડ, શિલ્ડ, પ્રમાણપત્ર એનાય
કાર્યક્રમની શરૂઆત રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ રોયલ એકેડેમી ના શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ સીએમ દ્વારા માંગલિક બોલી આશીર્વાદ આપવામાં આવ્યા હતા. વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં સૌરાટ્ર હંમેશા મોખરે રહ્યું છે. ત્યારે સૌરાટ્રના પાટનગર રાજકોટ ખાતે અરિહંત ઇન્વેસ્ટમેન્ટના શ્રી મેહુલ રવાણી અને સિંગર શ્રી અલ્પેશ ડોડીયા દ્વારા વર્લ્ડ રેકોર્ડ સતત 15 કલાક સુધી નોન સ્ટોપ ગાયન અને એન્કરિંગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે.જેને રાજકોટની જનતાએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો. કલાકારોના સુરીલા સવારોથી દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા અને પાંચ હજાર જેટલા પ્રેક્ષકોથી હેમુગઢવી નાટ્યગૃહ ઉભરાઈ ગયું હતું….
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટની જનતા માટે અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ગત તા.03-07-2024ના રોજ સવારે 09:00થી રાત્રીના 12:00 વાગ્યા સુધી શહેરના હેમુ ગઢવી હોલ મેઇન ઓડિટોરિયમ ખાતે નોન-સ્ટોપ સતત 15 કલાક સુધી મ્યુઝિકલ કાર્યક્રમ યોજાયો હતો.આ સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર શ્રી મેહુલભાઈ રવાણી દ્વારા સતત 15 કલાક સુધી કરવામાં આવ્યું હતું અને તેમણે પોતાના રસપ્રચુર એન્કરિંગથી પ્રેક્ષકોને અભિભૂત કર્યા હતા….
આ કાર્યક્ર્મમાં ઓર્કેસ્ટ્રા મ્યુઝિકલ મેલોઝ રાજેન્દ્ર ત્રિવેદી (રાજુ કાકા ) દ્વારા સુમધુર પાર્શ્વ સંગીત પીરસવામાં આવ્યું હતું. આ મ્યુઝિકલ નાઈટમાં છેલ્લા દસ વર્ષથી ગુજરાતના દરેક શહેરમા પોતાના પચાસથી વધુ શો દ્વારા પ્રેક્ષકોને મુકેશજીના કર્ણપ્રિય ગીતો રજૂ કરનાર અને મુકેશજીના ચારસોથી વધુ ગીતો જેમને કંઠસ્થ છે એવા પાર્શ્વ ગાયક શ્રી અલ્પેશ ડોડીયાએ સતત 15 કલાક સુધી મુકેશજીના 170 જેટલા ગીતોને રજૂ કરીને પોતાના સુરોથી શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા.આ ઉપરાંત કો-સિંગર રફીક જરીયા સહ-ગાયિકાઓની વાત કરીએ તો રીટા ડોડિયા, કાજલ કથરેચા, રીના ગજ્જર, રૂપાલી જાંબુચા, દેવયાની ગોહેલ (ચક્રવર્તી), દીપા ચાવડા, હીના કોટડિયા અને સાજીંદાઓની વાત કરીએ તો ઇમ્તિયાઝખાન સૈયદ (કીબોર્ડ), ભાર્ગવ ઉમરાણીયા ( રિધમિસ્ટ ), જીતામી વ્યાસ (ગિટાર), પારસ વાઘેલા (રિધમિસ્ટ), ભરત ગોહેલ (રિધમિસ્ટ), ફિરોઝ જી. શેખ (રિધમિસ્ટ), દિલીપ ત્રિવેદી (રિધમિસ્ટ), સંદીપ ત્રિવેદી ( પર્ક્યુસન ),પ્રથમ વાઘેલા (પર્ક્યુસન) સહિતના સાજિંદાઓ સાથે સંગીતમય સફરમાં સૂરતાલની તાલાવેલી સર્જી હતી. જ્યારે પ્રાયોજક ભાવેશ પિત્રોડા અને તાજ સાઉન્ડના હબીબ ઘાડા દ્વારા કાર્યક્રમને કર્ણપ્રિય બનાવવામાં આવ્યો હતો….
આ સમગ્ર કાર્યક્રમની નોંધ નામાંકિત સંસ્થા ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સંસ્થાના પ્રતિનિધિ ડો.પાર્થભાઈ પંડ્યા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. અને સતત 15 સુધી નોન સ્ટોપ મ્યુઝિકલ કાર્યક્રમ દરમિયાન ડો.પાર્થભાઈ પણ સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. અને અંતે “લોંગેસ્ટ નોન-સ્ટોપ સિંગિંગ રીલે ઓડ લેટ મુકેશ”ના શીર્ષક હેઠળ નોન સ્ટોપ પાર્શ્વ ગાયન માટે શ્રી અલ્પેશભાઈ ડોડીયાને અંગે નોન સ્ટોપ એન્કરિંગ માટે શ્રી મેહુલભાઈ રવાણીને ટ્રોફી, શિલ્ડ અને પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યા હતા. તથા સહગાયકો અને સાજીંદાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ લોકોત્સવ નિમિતે પળે પળે, ક્ષણે ક્ષણે રાજકોટિયન્સ મંચપરથી રજૂ થનાર ગીતો પર ઝૂમ્યા હતા તો ઘણા પ્રેક્ષકો જૂના દિવસોની યાદમાં ખોવાઈ ગયા હતા. કાર્યક્રમના અંત સુધી પ્રેક્ષકો હાજર રહ્યા હતા અને સૌ પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાતથી સમગ્ર આયોજનને બિરદાવ્યૂ હતું… કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એચ એમ જૈન મેટરી મોનિયલ ગ્રુપ હર્ષદ મહેતા તરફથી શીલ્ડ આપી અલ્પેશ ડોડીયા નું બહુમાન કરવામાં આવ્યું હતું તથા આકાર જ્વેલર્સ હાર્દિકભાઈ પારેખ તરફથી શ્રી મેહુલ રવાણી નું શિલ્ડ આપી બહુમાન કરવામાં આવ્યું હતું..આ કાર્યક્રમ દરમિયાન બેક સ્ટેજની તમામ જવાબદારી જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ વેસ્ટ ના પૂર્વ પ્રમુખ આઈ.પી.પી. શ્રી હર્ષદભાઈ મહેતાએ સંભાળેલી હતી. આ તકે ગ્રુપ તેમનો પણ ખૂબ આભારી છે….
સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન વિડીયોગ્રાફી શ્રી ચેતનભાઇ પોપટ, ફોટોગ્રાફી શ્રી પરાક્રમસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.સાઉન્ડ હબીબ ઘાડા,..
આ તકે અરિહંત ઇન્વેસ્ટમેન્ટના શ્રી મેહુલભાઈ રવાણી અને પાર્શ્વ ગાયક શ્રી અલ્પેશભાઈ ડોડીયાએ સર્વે પ્રેક્ષકોનો તથા કાર્યક્રમમાં જેમનો સતત સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું છે તેવા રાજકોટના સ્વરકાર તથા સંગીત નિર્દેશક શ્રી લલિતભાઈ ત્રિવેદી, રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ શેઠ ( સી.એમ.) શ્રી મધુકરભાઈ મહેતા શ્રી રવિભાઈ ભટ્ટ, રાજકોટના અગ્રણી ઉધતોગપતિઓ રોયલ સ્ટીલ ફેબ્રીકેશનના શ્રી ભાવેશભાઈ પિત્રોડા અને શ્રી પ્રવીણભાઈ પિત્રોડા, અંબિકા સ્ટીલ લેટર પંચના શ્રી હરેશભાઇ પરમાર, શ્રી રાજેશભાઈ પરમાર, શ્રી તિલકભાઈ પરમાર, જે.પી. જવેલર્સ, પીઠવા મેન્યુફેક્ચરર્સના શ્રી મિતેશભાઈ પીઠવા તથા રાજકોટની નામાંકિત સંસ્થાઓ શ્રી લુહાર હિતેચ્છુ મંડળ, શ્રી લુહાર સેવા સમાજ, શ્રી લુહાર વિદ્યાર્થી, મચ્છુકઠીયા લુહાર જ્ઞાતી, શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન, શ્રી અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી વિશ્વકર્મા મહિલા મંડળ, શ્રી જૈન સોશ્યલ ગૃપ – રાજકોટ(વેસ્ટ), શ્રી પરમાર પરિવાર,શ્રી પીઠવા પરિવાર , શ્રી સિધ્ધપુરા પરિવાર અને શ્રી મકવાણા પરિવાર સહિતના મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો…..