શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજશ્રી ધર્મજીવનદાસજી સ્વામીની 123મી જન્મ જયંતી તા.7મીના રવિવારના ઉજવાશે. અમરેલી જિલ્લાના તરવડા ગામે તા.18 જૂન 1901, મંગળવાર, સંવત 1957 રથયાત્રાના પવિત્ર દિવસે લાખાણી પરિવારમાં રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનો જન્મ થયો. અરજણ નામ રાખ્યું. ભણવામાં હોંશિયાર, તેજસ્વી ને ચપળ અરજણે સાત ધોરણ સુધીનું શિક્ષણ તરવડામાં જ લીધું. સ્વામિનારાયણ સંપ્રદાયને નવી દિશા આપવા જેમનો જન્મ થયો છે એવા અરજણે 14 વર્ષની વયે વૈરાગ્યના વેગે ઘર છોડયું. જૂનાગઢનાં વચન સિદ્ધ મહાપુરૂષ શ્રી બાલમુકુંદદાસજી સ્વામી પાસે પાર્ષદ થયા. તેમના વિદ્વાન શિષ્ય પુરાણી શ્રી ગોપીનાથદાસજી સ્વામીએ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીપીઠાધિપતિ 1008 આચાર્યશ્રી શ્રીપતિપ્રસાદજી મહારાજ પાસે દીક્ષા અપાવી. અરજણમાંથી ‘ધર્મજીવનદાસ‘ નામ ધરાવ્યું. સને 1948 ઉગતી આઝાદી સાથે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે કવિ ત્રિભુવનભાઈ વ્યાસને ગુરુકુલ અંગે વાત કરી. તેઓએ ’ચાલો કરીએ ’ એમ કહેતાં બાવા અને બ્રાહ્મણની જોડ થઈ. ઢેબરભાઇ પાસે 80,000 વાર જમીન માંગી. 5 રૂપિયે વારના છેવટે 0:25 પૈસે વાર લેખે 27,700 વાર જમીન મળી. મુંબઈના ખોજા પરિવારનું દાન મળ્યું. શાસ્ત્રીજી મહારાજ શ્રીધર્મજીવનદાસજી સ્વામીના 123મા જન્મ દિવસે કોટિ કોટિ દંડવત પ્રણામ સહ વંદન.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog