શહેરના 74 અને બહારગામના 56 બાળકોને બાન લેબ્સના ચેરમેન મૌલેશ ઉકાણી પરિવારના સહયોગથી સાઇકલ અર્પણ કરાઇ
“દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમ દ્વારા થેલેસેમિયાનો ભોગ બનેલા શહેર અને જીલ્લાના 130 થેલેસેમિક બાળકોને શહેરના ઉદ્યોગપતિ બાન લેબ્સના ચેરમેન, કડવા પટેલ સમાજના અગ્રણી, જાણીતા દાતા મૌલેશભાઈ ઉકાણીના સહયોગથી રૂપિયા પાંચ લાખના ખર્ચે સાઇકલ વિતરણ કાર્યક્રમ સૌરાષ્ટ્ર હાઈસ્કુલના વિજયભાઈ ધોળકીયા ઓડીટોરીયમમાં સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન થયો છે.
થેલેસેમિયા રોગનો ભોગ બનેલા રાજકોટ શહેરના 74 બાળકો અને બહારગામના 56 બાળકો થઈને 130 થેલેસેમિક બાળકોને સાયકલનું વિતરણ મૌલેશભાઈ ઉકાણી પરિવારના જયભાઈ ઉકાણી, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, શહેરના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહજી જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, ઉદ્યોગપતિ મનસુખભાઈ પાણ, પ્રમીતભાઈ પટેલ, ગોલ્ડન સુપર માર્કેટના મહેન્દ્રભાઈ સોજીત્રા, બ્રહ્મ સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ બંકીમભાઈ મહેતા, સંજયભાઈ દવે, જલારામ હોસ્પિટલના ટ્રસ્ટી શૈલેષભાઈ પાબારી, બિલ્ડર જોલીભાઈ હાલાણી, ધીરૂભાઈ રોકડ, સંસ્થાના ટ્રસ્ટીઓ શિવલાલભાઈ આદ્રોજા, પ્રતાપભાઈ પટેલ, વલ્લભભાઈ સતાણી, ડો.નીદતભાઈ બારોટ, શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ દોશી સહિતના સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું.
સમગ્ર આયોજનની સફળતા માટે સંથાના અનુપમ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના, પંકજ રૂપારેલીયા, જયેન્દ્રભાઈ મહેતા, હસુભાઈ શાહ, પરિમલભાઈ જોષી, નૈષધભાઈ વોરા, વિપુલભાઈ ભટ્ટ, દક્ષીણભાઈ જોષી, કામેબ માજી, ગીતાબેન વોરા, મિહિર ગોંડલીયા, અલ્કાબેન પારેખ, મહેશભાઈ વ્યાસ, દિનેશભાઈ ગોવાણી, જીતુભાઈ ગાંધી, રમેશ શીશાંગીયા, મહેશભાઈ જીવરાજાની, જીજ્ઞેશ પુરોહિત, રાહુલભાઈ ગોહેલ, વિઠ્ઠલભાઈ સોજીત્રા, કીશોર ટાકોદરા, શૈલેષ દવે, શુભમ વરીયા, સહિતના સનિષ્ઠ કાર્યકર્તાઓ કાર્યરત રહ્યા હતા.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog