રાજકોટ માર્કેટ યાર્ડમાં નવા હોદ્દેદારો માટે યોજાયેલી ચૂંટણીમાં ચેરમેનપદે જયેશ બોઘરા રીપીટ થયા હતા. જ્યારે વાઇસ ચેરમેનપદે વિજય કોરાટ બિનહરિફ થયા હતા. આ પદ પર બદલાવ થયો હતો. યાર્ડમાં સુકાનીઓ બદલવાની અટકળોથી સર્જાયેલી ઉત્તેજનાનો અંત આવી ગયો છે. આ સાથે રાજકોટ જીલ્લાના સહકારી રાજકારણમાં જયેશ રાદડીયાનો દબદબો યથાવત હોવાનું સાબીત થયું છે. રાજકોટ માર્કેટ યાર્ડના નવા હોદ્દેદારોની ચૂંટણી માટે ચૂંટણી અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. જેમાં જયેશ બોઘરા ચેરમેનપદે તથા વિજય કોરાટ વાઇસ ચેરમેનપદે ચૂંટાઇ આવ્યા હતા. ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા વિધિવત મેન્ડેટ મોકલવામાં આવ્યો હતો ને તે મુજબ ચૂંટણીમાં બન્ને હોદ્ેદારો બીનહરિફ સર્વાનુમતે ચૂંટાઇ આવ્યા હતા.ચૂંટણી પૂર્વે સંભવિત નવા હોદ્દેદારો વિશે જબરી ઉત્તેજના હતી. ખાસ કરીને ઇફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડીયાએ ભાજપના મેન્ડેટની ઉપરવટ જઇને ઉમેદવારી કરી હોવાથી આ વખતની તેમના વર્ચસ્વવાળી સહકારી સંસ્થાની ચૂંટણીમાં તેમને ઝટકો આપવા નેતાગીરી અન્યને ચેરમેન બનાવશે તેવી અટકળો પ્રવર્તતી હતી. જો કે, નેતાગીરીએ કોઇ નવો વિવાદ સર્જવાને બદલે અન્ય સહકારી સંસ્થાઓની જેમ રાજકોટ યાર્ડમાં પણ પ્રમુખ રીપીટ કરવાનું વલણ અપનાવતા તમામ વર્ગોએ રાહત અનુભવી હતી. યાર્ડમાં મોટાભાગના ડાયરેક્ટરો જયેશ રાદડીયા જુથના જ હોવાથી કોઇ ફેર પડે તેમ નહતો. રાદડીયા વિરોધી સીનીયર ડાયરેક્ટર પરસોતમ સાવલીયાએ નિરીક્ષકો સમક્ષ ચેરમેનપદ માટે દાવો કર્યો હતો પરંતુ તેમનો ગજ વાગ્યો નહતો.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog