શ્વાનોને કરાશે વિનામૂલ્યે રસીકરણ : સૌરાષ્ટ્ર-કચ્છના જીવદયા પ્રેમીઓને લાભ લેવા અનુરોધ
વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’ નાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિીયાનાં સભ્ય ગિરીશભાઈ શાહ તથા ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા ‘શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા ‘વર્લ્ડ ઝુનોસીસ ડે’ નિમિતે યોજાનાર અનેક કાર્યક્રમોની શૃંખલામાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છનાં પશુ પક્ષીઓ માટેના મેગા, નિઃશુલ્ક, સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પ, ચર્મ ચિકિત્સા દંત ચિકિત્સા તેમજ આંખના રોગોના સારવાર કેમ્પ અને શ્વાનોને વિનામુલ્યે હડકવાનું રસીકરણ, કૃમિનાશક તેમજ અન્ય સારવારના કેમ્પનું આયોજન તા. ૭, જુલાઇ, રવીવારનાં રોજ સવારે ૯:૦૦ થી બપોરના ૧–૦૦ કલાક સુધી અર્હમ વેટરનરી કલીનીક પાસે, કેન્સર હોસ્પિટલની સામે, હનુમાન મઢી પાસે, તીરૂપતીનગર-૧ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.
એનીમલ હેલ્પલાઇનનાં ડો. નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા, ડો. રવી માલવીયા, નિષ્ણાત તબીબો ડો. અરવિંદ ગડારા, ડો. અરૂણ ઘીયાડ, ડો. હિરેન વિસાણી તેમજ પંચનાથ એનીમલ હોસ્પીટલનાં ડો. વિવેક કલોલા સહીતની ડોકટર્સની ટીમ પોતાની સેવા આપશે. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ ટ્રસ્ટ (એસ.પી.સી.એ.), જીલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત પશુપાલન શાખાનાં વરિષ્ઠ ડોકટર્સ ડો. ગોહીલ, ડો. કટારા, ડો. જાકાસણીયા ડો. કુંડારીયા તથા રાજકોટ મહાનગરપાલીકાના ડો. હિરપરા, ડો. ભાવેશ જાકાસણીયા, ડો. ઉપેન્દ્ર પટેલ સહિતના નિષ્ણાંત તબીબો સેવા આપશે. આ કેમ્પમાં પશુ પક્ષીઓથી મનુષ્યોને તથા મનુષ્યોથી પશુ પક્ષીઓને ફેલાતા રોગોના નિરાકરણ અંગે જનજાગૃતી તેમજ મેડીકલ માર્ગદર્શન આપવામાં આવશે.
કેમ્પને સફળ બનાવવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં સભ્ય ગીરીશભાઈનાં માર્ગદર્શનમાં કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ધીરુભાઇ કાનાબાર, રમેશભાઇ ઠકકર, ઘનશ્યામભાઇ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ગૌરાંગભાઈ ઠકકર, પારસ ભરતભાઈ મહેતા, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ તથા સમસ્ત મહાજનનાં કુમારપાળ શાહ સહીતનાની ટીમ જહેમત ઉઠાવી રહી છે. કેમ્પ અંગેની વિશેષ વિગતો માટે મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩) ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F
Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews
Instagram https://www.instagram.com/bharatheadlinenews/
Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot
Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog