ધ્રાંગધ્રા ના ડુમાણા ગામે શ્વાનોનો આંતક ત્રણ બાળકોને બચકા ભર્યા જિલ્લામાં રસી નો હોવાના કારણે રસી લેવા માટે પેશન્ટ રાજકોટ ખાસેડાયા
ધાંગધ્રા તાલુકાના ડુમાણા ગામે બાળકો સ્કૂલે જતા સમયે ત્રણ બાળકોને શ્વાને બચકા ભર્યા હતા ત્યારે તત્કાલીક 108 ની મદદથી હોસ્પિટલ ખસેડાયા ત્યારે જિલ્લાની હોસ્પિટલોમાં શ્વાન હડકવાની રસી ન હોવાના કારણે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે શ્વાન હડકવાની રસી લેવા માટે બાળકોને મોકલવામાં આવ્યા હતા.
ધાંગધ્રા તાલુકાના ડુમાણા ગામે બાળકો સ્કૂલે જતા સમયે રખતા શ્વાને 3 બાળકોને બચકા ભર્યા હતા જેમાં 108 મારફતે સારવાર માટે રાજ સીતાપુર હોસ્પિટલ ખાતે બાળકોને લાવવામાં આવ્યા હતા ત્યારે શ્વાન હડકવાની રસી રાજ સીતાપુર હોસ્પિટલ, ધાંગધ્રા હોસ્પિટલ, સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલમાં રસી નો હોવાના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે નાના બાળકોને તત્કાલિક લઈ જવા પડ્યા હતા ત્યારે શ્વાનોના આંતક સામે શ્વાન હડકાવ ની રસી માટે જિલ્લા આરોગ્ય તંત્રની નિષ્ફળ કામગીરી સામે આવી હતી ત્યારે શાળાએ જતા બાળકો અને વૃધ્ધોને રખડતા શ્વાનો બચકા ભરી રહ્યા છે જેમાં એની સામે સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ સરકારી હોસ્પિટલમાં શ્વાન હડકવાની રસી નો હોવાના કારણે લોકોને મજબૂરન રાજકોટ તથા અમદાવાદ હોસ્પિટલ ખાતે રસી લેવા માટે જવું પડે છે ત્યારે જિલ્લાના હોસ્પિટલોમાં રસી ઉપલબ્ધ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે તાત્કાલિક શ્વાન ખસીકરણની કામગીરી શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે
રિપોર્ટર : રવિરાજ સિંહ પરમાર..ધ્રાંગધ્રા