September 20, 2024 2:31 pm

હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે રીસેટ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્માણ પામેલા બે એકાંકી નાટકો શિવમ ફાઉન્ડેશનના કલાકારો કરશે પ્રસ્તુત

“એક ટિકીટ અને બે અદ્ભૂત એકાંકી નાટકો”

રંગમંચ એટલે પ્રયોગ અને નાટક એટલે સમાજનો અરીસો. આજના પ્રગતિશીલ સમયમાં જ્યારે બધું જ ઝડપથી બદલતું રહે છે ત્યારે કલા એક એવું માધ્યમ છે જે માણસને સ્થિરતાનો અનુભવ કરાવે છે. રાજકોટ પ્રયોગશીલ નાટકો ક્ષેત્રે તો વૈવિધ્ય સાથે ઓળખ મેળવી જ રહ્યું છે પણ છેલ્લા 5 વર્ષમાં નવયુવાનો દ્વારા રજૂ કરવામાં આવતા નાટ્ય પ્રયોગોમાં કોમર્શિયલ અને પ્રોફેશનલ ટચ પણ એટલો જ સુંદર રીતે જોઈ શકાય છે. કલાના નવ રસમાંથી સૌથી વધુ લોકપ્રિય રસ હોય તો એ હાસ્ય રસ અને ભયાનક રસ. લગભગ દરેક માણસને સસ્પેન્સ અને કોમેડી નાટકો જોવા પસંદ હોય જ છે અને લોકોની એ જ અપેક્ષાને ધ્યાનમાં લઈને આગામી 13 જૂનના રોજ હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે રીસેટ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્માણ પામેલા બે એકાંકી નાટકો શિવમ ફાઉન્ડેશનના કલાકારો પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે.

કૃષ્ણ ડેરી ફાર્મમાં વિવિધ પ્રકારની આઈસ્ક્રીમ, કોન, ગુલ્ફી લસ્સી, અન્ય ખાદ્ય ચીજોનું કરાતું નિયમ વિરૂધ્ધનું બેફામ વેંચાણ !?

આકાશવાણી રાજકોટના સમર્થ ઉદદ્ઘોષક એવા દેવેન શાહ લિખિત
” હા હું પારમીતા સાન્યાલ ” તથા વિરાણી હાઇસ્કૂલના ખૂબ જ જાણીતા શિક્ષક અમુલખ ભટ્ટ લિખિત
” જન્મદિવસની ભેટ ” આ બે એકાંકી નાટકોનું મંચન ગૌતમ દવેના દિગ્દર્શનમાં કરવામાં આવશે. રીસેટ એન્ટરટેઇનમેન્ટ તથા ગુજરાતી ફિલ્મ કાઠિયાવાડી કોકટેલના દિગ્દર્શક એવા દિલીપભાઈ પાડલીયા આ કાર્યક્રમના પ્રમુખ આયોજક છે.

જીનીયસ સ્કૂલ દ્વારા વિવિધ વિભાગના વડાઓ માટે લિડરશીપ ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજાયો

મંચ પરથી લોકોને પોતાના અભિનયથી મંત્રમુગ્ધ કરવા ઉત્સુક કલાકારોમાં અલ્પેશ ટાંક, શ્રીનીલ જાની, ભાવિન મહેતા, ઉત્સવી રાણપરા, દિયા મહેતા, હર્ષ કુબાવત, જયેશ પડીયા, શમીક દવે, પ્રેરક મેર, દિવ્યેશ મહેતા, અમિત વાઘેલા, યતિન આશરા અને ભવ્ય નાગ્રેચાનો સમાવેશ થાય છે. આ બંને નાટકમાં સંગીત સંચાલન અને સંકલન ગુલામ હુસેન અગવાન સંભાળશે અને પ્રકાશ સંચાલન અમિત વાઘેલા દ્વારા કરવામાં આવશે. મંચ સજ્જા અશોક લુંગાતર – લલિતા આર્ટ્સ, રંગ ભૂષા હિમાંશુ પાડલીયા દ્વારા કરવામાં આવશે, તેમજ નેપથ્ય સહયોગ શુભમ ભટ્ટ આપશે. આ આયોજનના પ્રોડક્શન મેનેજર તરીકે ખુશી ગોસ્વામી કાર્યરત છે અને સંપૂર્ણ કાર્યક્રમની પબ્લિસિટી ડીઝાઈન ચેતસ ઓઝા સંભાળે છે. આ પ્રયોગ નિહાળવા ઈચ્છુક પ્રેક્ષકોને જણાવવાનું કે ફક્ત 150₹ ની સામાન્ય રકમથી શરૂ કરીને 350 રૂ. સુધીની ટિકિટ હેમુ ગઢવી હોલ ખાતે બુકિંગ ઓફિસ પરથી મેળવી શકાશે. આ નાટ્યપ્રયોગમાં વિશેષ આકર્ષણની બાબત જણાવતા ટીમે કહ્યું હતું કે કાર્યક્રમમાં આગામી દિવસોમાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ કાઠિયાવાડી કોકટેલના કલાકારો પણ ઉપસ્થિત રહેશે. તો રાજકોટના કલાપ્રેમી લોકો આ પ્રયોગની મહતમ ટિકિટ લઈને રાજકોટના જ કલાકારો અને મિત્રોને સહકાર આપીએ અને આ આયોજનમાં જોડાવા ટિકિટ બુકિંગ માટે સંપર્ક: +91 96629 93093 ઉપર કરી શકો છો.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogDk

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE