જસદણના પોલારપોર રોડ પર કેમ તું મારા પપ્પા સામે કાતર મારે છે કહીં યુવાનને પિતરાઈએ છરીનો ઘા ઝીંકી દિધો હતો. બાદમાં ઘવાયેલા યુવાનને સારવારમાં લઈ જતાં હતાં ત્યારે તેને આરોપીના પિતાએ પણ ગાળો ભાંડતા જસદણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે જસદણના પોલારપોર રોડ પર હનુમાનજી મંદિર સામે રહેતાં પંકજભાઈ દેવકુભાઈ મેણીયા (ઉ.વ.32) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જયદીપ મનોજ મેણીયા અને મનોજ બાબુ મેણીયાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ મજુરીકામ કરે છે. ગઈકાલે સાંજના તેઓ વાળુ-પાણી કરી ઘરથી આગળ છગનભાઇ ડાભીની દુકાને બેઠો હતો.
ત્યારે કુટુંબી કાકાનો દિકરો જયદીપભાઈ મેણીયા પોતાનુ એકટીવા લઇ ઘસી આવેલ અને કહેવા લાગેલ કે, કેમ તું મારા પપ્પા સામે કાતર મારે છે, કહેતાં તેને કહેલ કે, મે તારા પપ્પા સાથે કયારેય કાતર મારેલ નથી. ત્યારે તે ઉશ્કેરાઈ જઈ ગાળો આપવા લાગેલ અને જપાજપી કરી લાગેલ બાદ જયદીપે તેના એકટીવામાથી છરી કાઢી કમરના ભાગે ઘા ઝીંકી દિધો હતો.
દરમિયાન તેમનો મિત્ર દોડી આવતાં વધું મારમાંથી તેમને છોડાવી પ્રથમ ઘરે લઈ જઈ બાદ તેમને સારવારમાં લઈ જતાં હતાં ત્યારે જયદીપના પિતા મનસુખ મેણીયા તેમની પાસે આવી ગાળો આપવા લાગેલ બાદ ત્યા પાડોસી ભેગા થઈ જતા છુટા પાડેલ હતા.
બાદમાં તેમને સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી આરોપી પિતા-પુત્રની ધરપકડ કરવાં ચક્રો ગતિમાન કર્યા હતાં.