April 2, 2025 1:40 pm

ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનમાં વડનગરનો સમાવેશ

દેશવાસીઓને ભવ્ય ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાની ઝલક આપવા અને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા દેશમાં સમયાંતરે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે.

આ શ્રેણીમાં, “ગરવી ગુજરાત” ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન IRCTCદ્વારા ચલાવવામાં આવી રહી છે. ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન 1 ઓક્ટોબર, 2024ના રોજ દિલ્હીથી લીલી ઝંડી બતાવી રવાના કરાશે. આ ટ્રેન પ્રવાસીઓને ગુજરાતના મુખ્ય આધ્યાત્મિક અને હેરિટેજ સ્થળો પર લઈ જશે. આ ટ્રેનના રૂટમાં પ્રથમ વખત ગુજરાતના વડનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

“ગરવી ગુજરાત” ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન ઘણી બધી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. “ગરવી ગુજરાત” ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનની આખી સફર 10 દિવસની છે. આ સમય દરમિયાન પ્રવાસીઓ આ ટ્રેન દ્વારા સોમનાથ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને મહાકાલી મંદિર જેવા પ્રખ્યાત મંદિરોની મુલાકાત લઈ શકશે.

આ ઉપરાંત તે પ્રવાસીઓને ઐતિહાસિક કીર્તિ તોરણ (વડનગર), મોઢેરા સૂર્ય મંદિર, રાની કી વાવ અને દીવ કિલ્લા જેવા હેરિટેજ સ્થળો પર પણ લઈ જશે.દિલ્હીથી રવાના થયા પછી, આ ટ્રેનનું પ્રથમ સ્ટોપ અમદાવાદ હશે, જ્યાં પ્રવાસીઓ 2જી ઓક્ટોબરે ગાંધી જયંતિના અવસરે સાબરમતી આશ્રમની અક્ષરધામ બાદ વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર, રાની કી વાવ અને મોઢેરા-પાટણમાં આવેલ સહસ્ત્રલિંગ તળાવ હશે.

આ પછી આ ટ્રેન ગુજરાતના વડનગર પહોંચશે, જ્યાં પ્રવાસીઓ હાટકેશ્વર મંદિર, કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ જેવા પર્યટન સ્થળોની મુલાકાત લઈ શકશે અને પ્રખ્યાત વડનગર રેલવે સ્ટેશન પણ જોઈ શકશે. વડનગર બાદ વડોદરાથી એક દિવસની સફર દરમિયાન પ્રવાસીઓ મહાકાળી મંદિર (શક્તિપીઠ) અને પાવાગઢ હિલ્સમાં આવેલા ચાંપાનેર પાવાગઢ પુરાતત્વ પાર્ક (યુનેસ્કો)ની મુલાકાત લેશે.

આ પછી ટ્રેન કેવડિયા રેલવે સ્ટેશન જશે. કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ’સ્ટેચ્યુ ઓફ યુનિટી’ લેસર શો પણ બતાવવામાં આવશે. કેવડિયા બાદ ટ્રેન વેરાવળ રેલ્વે સ્ટેશન પહોંચશે અને પ્રવાસીઓ સોમનાથ મંદિર અને સોમનાથ બીચની મુલાકાત લેશે. ટ્રેનનું આગામી સ્ટોપેજ દીવ હશે, જ્યાં પ્રવાસીઓ દીવ કિલ્લો, આઈએનએસ કુકરી અને દરિયાકિનારાની મુલાકાત લેશે. ટ્રેનનું છેલ્લું સ્ટેશન દ્વારકા છે, અહીં મુસાફરો દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને બેટ દ્વારકાના દર્શન કરી શકશે.

મુસાફરીના 10મા દિવસે ટ્રેન દિલ્હી પરત ફરશે. આ સમગ્ર પ્રવાસમાં પ્રવાસીઓ અંદાજે 3,500 કિલોમીટરની મુસાફરી કરશે.નોંધનીય છે કે પ્રવાસનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ભારતીય રેલ્વેએ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું છે. લગભગ ત્રણ વર્ષના ગાળામાં, દેશભરના 24 રાજ્યોમાં 180 થી વધુ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું છે અને તેમાં 80,000 થી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે.

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE