September 20, 2024 11:02 am

રાજકોટમાં નેત્રયજ્ઞ કેમ્પમાં આવેલા પ્રૌઢા સહિત ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત

રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ અનેક માનવજીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત નિપજ્યા છે. જેમાં રાજકોટમાં રણછોડદાસ બાપુના આશ્રમ ખાતે નેત્રયજ્ઞ કેમ્પમાં આવેલા તાલાળાના ખીરધર ગામના પ્રૌઢા સહિત ત્રણ વ્યક્તિના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, તાલાળા તાલુકાના ખીરધર ગામે રહેતા કવીબેન પીઠાભાઈ કેશવાળા નામના 56 વર્ષના પ્રૌઢા ગત શનિવારના રોજ રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલ રણછોડદાસ બાપુના આશ્રમ પાસે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. પ્રૌઢાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક કવિબેન કેશાવાળાને સંતાનમાં બે પુત્ર છે અને રણછોડદાસ બાપુના આશ્રમ ખાતે કેમ્પમાં આંખનું ઓપરેશન કરાવવા આવ્યા હતાં તે દરમિયાન હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

બીજા બનાવમાં રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા રામવતીબેન બનવારી ભગત (ઉ.42) પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનોં હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

ત્રીજા બનાવમાં કલ્યાણપુરના નંદાળા ગામે રહેતા રમણલાલ પુંજાભાઈ મકવાણા (ઉ.61)ને હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક સારવાર માટે ખંભાળીયા બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં વૃધ્ધાનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક વૃધ્ધ છ ભાઈ બે બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Leave a Comment

Digital Griot

it companies madurai
top 10 blanket company in india
advantages and disadvantages of computer
digital marketing bio for instagram copy and paste
top 10 profitable business in kolkata
world best business opportunity in network marketing
sanskrit bio for instagram attitude
top 10 lift company in india
Social Bookmarking Sites
article submission sites
ppt submission sites

READ MORE

READ MORE