જુનાગઢ એસઓજીને ત્રણ દિવસમાં ડ્રગ્સ પકડવામાં બીજી સફળતા મળી છે. જુનાગઢ જિલ્લામાં નશાનો કાળો કારોબાર પથરાઈ તે પહેલા જ જુનાગઢ એસઓજી એ મુંબઈની બે મહિલા સહિત ધોરાજીના એક ઈસમને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ નશાનો કાળો કારોબાર કરતા માંગરોળમાં ડ્રગ્સની સપ્લાય કરે તે પહેલા જ ધરપકડ કરી લીધી હતી.
જુનાગઢ એસોજીને બાતમી મળી હતી કે રાજકોટથી કેશોદ થઈ માંગરોળ બે મહિલા અને એક યુવક ડ્રગ્સની સપ્લાય કરવા જવાના છે. જેને લઇ એસઓજી દ્વારા વોચ ગોઠવી મુંબઈની બે મહિલા સહિત ધોરાજીના એક ઈસમ પાસેથી 23.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ધોરાજીના ઇમરાન જુમા મતવા જેની સાથે મહારાષ્ટ્રની બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. બાઈક પર યુવક અને યુવતીઓ ડ્રગ્સની સપ્લાય કરવા જતા હતા. જ્યાં એસઓજીએ 2.39 લાખનો ડ્રગ્સ , રોકડ,મોબાઈલ સહિત 3.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્રણ દિવસમાં એસઓજીને આ ડ્રગ્સ પકડવામાં બીજી સફળતા મળી છે. જેમાં ઇમરાન મતવા, મહારાષ્ટ્રની બે મહિલાની ધરપકડ કરાઈ છે.
બે દિવસ પહેલા જ જૂનાગઢ એસઓજીએ સાંકળીધાર ચેક પોસ્ટ પાસે કારમાં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે જૂનાગઢનો યુવકને ઝડપી પાડ્યો હતો. જૂનાગઢ એસઓજીની ટીમને મળેલ બાતમીના આધારે રાજકોટ નેશનલ હાઈવે પર સાંકડી ધાર ચેકપોસ્ટ પાસે નીકળેલી કારની તલાસી લેતા કારમાંથી 6.20 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તથા શંકાસ્પદ પદાર્થ જથ્થો કાર,મોબાઈલ સહિત કુલ 11 લાખના મુદ્દામાલ સાથે જૂનાગઢના નિમેશ રમેશભાઈ ફળદુ નામના યુવકને ઝડપી પાડ્યો હતો.