Former Australian fast bowler Nathan Bracken: ક્રિકેટર્સના લાખો-કરોડો ચાહકો હોય છે. જેઓ તેમના જીવન વિશે જાણી અને તેમાંથી પ્રેરણા મેળવવા ઉત્સુક હોય છે, તેમાંય ભારતમાં ક્રિકેટનો અલગ જ ક્રેઝ છે. હાલમાં જ રોહિત શર્મા, વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ત્યારે તેમના ચાહકો નિરાશ બન્યા કે, તે હવે તેમના ફેવરિટ ખેલાડીને રમતા જોઈ શકશે નહીં. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ તેઓ શું કરે છે અને તેમની લાઇફસ્ટાઇલ કેવી હોય છે. તેના વિશે જાણીએ…
આપણે વાત કરવાના છીએ એવા જ એક લાખો-કરોડો ચાહકો ધરાવતા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર નાથન બ્રેકનની. તે પોતાના લહેરાતાં સોનેરી વાળ અને સ્વિંગ બોલિંગ માટે પ્રચલિત હતો. 6.4 ફૂટની હાઇટ ધરાવતા આ બોલરને ઘૂંટણમાં ઈજા થતાં 2011માં ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો.
નાથન બ્રેકનની ક્રિકેટ છોડ્યા બાદની લાઇફ સ્ટાઇલ
ક્રિકેટથી દૂર થયા બાદ બ્રેકનના લાંબા વાળ હવે નાના થઈ ચૂક્યા છે. તે હવે દાઢી પણ રાખે છે અને ચશ્મા પણ પહેરે છે. 46 વર્ષીય બ્રેકનનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. બ્રેકન સિડનીમાં એક કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે કામ કરે છે. બ્રેકન ન્યુ સાઉથ વેલ્સ સ્ટેટ ઇલેક્શનમાં લિબરલ ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી શકે છે.
બ્રેકનની ક્રિકેટ કારકિર્દી
નાથન બ્રેકને ઓસ્ટ્રેલિયા માટે 5 ટેસ્ટ, 115 વન ડે અને 19 ટી20 મેચ રમી હતી, તે દરમિયાન વનડે ઇન્ટરનેશનલમાં 4.4ના ઇકોનોમી રેટ પર તેણે 172 વિકેટ ઝડપી હતી. બ્રેકને પોતાની 60મી વનડે મેચમાં 100 વિકેટ હાંસલ કરવાનો રૅકોર્ડ બનાવ્યો હતો. ટી20 ઇન્ટરનેશનલમાં બ્રેકને 19 અને ટેસ્ટ મેચમાં 12 વિકેટ નોંધાવી છે.
આઇપીએલમાં રમવાનો ઇનકાર કર્યો
વર્ષ 2011માં નાથ બ્રેકનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ રૂ. 1.3 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ બ્રેકને રમવાનો ઇનકાર કરી દીધો હતો. બ્રેકન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરેન્દ્ર સહેવાગને ઘણો હેરાન કરતો હતો. બ્રેકને સહેવાગને સાત વખત આઉટ કર્યો હતો.