આંધ્રપ્રદેશના તિરૂપતિ મંદિરમાં મળનારા લાડુના પ્રસાદમાં ઘીમાં જાનવરોની ચરબી મળી આવી હોવાના સનસનીખેજ ખુલાસાથી હિન્દુઓની આસ્થાને આંચ આવી છે.
ત્યારે આ વિવાદ બાદ કર્ણાટકની સિધ્ધા રમૈયાની કોંગ્રેસ. સરકાર એકશનમાં આવી છે અને આદેશ કર્યો છે કે રાજયના મંદિર મેનેજમેન્ટ નિગમ અંતર્ગત આવતા બધા 34000 મંદિરોમાં નંદિની બ્રાન્ડમાં ઘીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવે.
કર્ણાટક સરકારના નવા નિર્દેશ અનુસાર તેના અધિકાર ક્ષેત્રમાં આવતા બધા મંદિરોના અનુષ્ઠાન જેમ કે દીપ પ્રાગટય, પ્રસાદ તૈયાર કરવા અને ‘દસોહા ભવન’ (જયાં ભકતોને ભોજન પીરસવામાં આવે છે)માં માત્ર નંદિની બ્રાન્ડના ઘીનો ઉપયોગ કરવામાં આવે. કર્ણાટક સરકારે મંદિરના કર્મચારીઓને પણ આદેશ આપ્યો છે કે પ્રસાદની ગુણવત્તામાં કોઇ સમાધાન ન કરવામાં આવે.
Post Views: 68