એક જમાનો હતો જ્યારે સિનેમા હોલમાં નવી ફિલ્મોની સાથે સાથે જુની ફિલ્મો પણ રીલીઝ થતી હતી. મુગલ એ આઝમ, શોલે, આવારા જેવી સુપર હિટ ફિલ્મો દરેક દોરમાં રી-રીલીઝ થતી હતી, છેલ્લા કેટલાય વર્ષોથી ટીવી ચેનલો પર 24 કલાક જુની ફિલ્મો પ્રસારિત થતી હોવાથી અને સરળતાથી આ ફિલ્મ યુ-ટ્યુબ, ડીવીડી, પેન ડ્રાઇવમાં ઉપલબ્ધ થઇ જવાથી તેની રી-રીલીઝ સિનેમા હોલમાં અટકી ગઇ હતી પણ લાગે છે કે પાછો જુની ફિલ્મોની રિ-રીલીઝનો યુગ પાછો આવ્યો છે.
જીહા, છેલ્લા કેટલાક સમયથી રણબીર કપુર સ્ટારર ફિલ્મ ‘રોક સ્ટાર’ તમિલ ફિલ્મ અને ‘તુમ્બાડ’ ‘ઘીલી’ જેવી હોરર ફિલ્મોએ ટિકિટબારી પર ફરીથી રીલીઝ થઇને જુન મહિનાથી સુમસામ ટિકિટબારીને ચેતનવંતી કરી દીધી હતી, આ ફિલ્મોએ પુન: રજૂઆતમાં સારો બિઝનેસ કર્યો છે.
મલ્ટી બોક્સ ચેઇન પીવીઆર ચાઇના કિસના રેવન્યુ અને ઓપરેશનના સીઇઓ ગૌતમ દત્તા જણાવે છે કે શરૂઆતમાં અમને આવી ફિલ્મોનો હળવો પ્રતિસાદ મળ્યો હતો. હવે ઓડિયન્સનો મજબૂત પ્રતિસાદ મળી રહ્યો છે. રોકસ્ટાર (2011), ઘીલી (2004), લયલા મજનૂ-2018 અને તુમ્બાડ-2018 જેવી ફિલ્મોએ 35 થી 45 ટકા કમાણી કરી છે.
તેમણે ઉમેર્યું હતું કે સારા રિસ્પોન્સથી હવે આગામી દિવસોમાં 50 થી વધુ ફિલ્મો 1700થી વધુ સ્ક્રીન પર રિ-રીલીઝ કરશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ 50 ફિલ્મો સિનેમા હોલમાં અંદાજે 60 લાખ જેટલા દર્શકોને ખેંચી લાવશે અને આ સંખ્યા આવતા સપ્તાહોમાં વધી શકે છે. રિ-રિલીઝની ટિકિટ પ્રાઇઝ રૂા.112થી 150 વચ્ચેની ફિક્સ છે.
ફિલ્મ એક્ઝિબીટર્સના જણાવ્યા મુજબ ફિક્સ રેટમાંથી સિનેમા હોલનું ભાડુ ઇલેક્ટ્રીસીટી, વોટર ચાર્જ અને અન્ય ખર્ચા કાઢવાના હોય છે. પીવીઆર બાઇનોક્સના વાર્ષિક અહેવાલ મુજબ ફિક્સ કોસ્ટ ટોટલ કોસ્ટના 55.1 ટકા છે. એટલે કે નવી રીલીઝની લાઇન દરમિયાન વધતી જગ્યામાં જુની ફિલ્મોને રિ-રીલીઝ કરવાનો આ સેન્સિબલ એપ્રોચ છે.
અલબત્ત, આ જુની ફિલ્મોની રિ-રિલીઝે બોક્સ ઓફિસ પર માત્ર સારો દેખાવ નથી કર્યો બ્લકે સિનેમાને પ્રોત્સાહન પુરું પાડ્યું છે. મલ્ટી પ્લેક્સમાંથી મળેલા ડેટા મુજબ લોકપ્રિય ફિલ્મો જેવી કે ઘીલી (તમિલ), રોક્સ્ટાર, લૈલા મજનુ જેવી ફિલ્મોએ રિ-રીલીઝમાં 10 કરોડથી 50 કરોડનો બિઝનેસ કર્યો છે.
ટ્રેડ એનાલિસ્ટો કહે છે, રસપ્રદ વાત એ છે કે ‘તુમ્બાડ’ 2018માં રીલીઝ થઇ હતી ત્યારે તેની ઓપનીંગમાં કમાણી રૂા.1.15 કરોડ હતી, જ્યારે રિ-રિલીઝમાં રૂા.1.65 કરોડ થઇ છે!
સિનેપોલીસ ઇન્ડિયાના મેનેજીંગ ડાયરેક્ટર દેવાંગ સંપત કહે છે, અમારા 450 સ્ક્રીન પર રોકસ્ટાર, તુમ્બાડને ઓડિયન્સ તરફથી જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. આ એ પેઢી તરફથી રિસ્પોન્સ મળ્યો છે જેઓ ફિલ્મની રીલીઝ વખતે નહોતા જન્મ્યા