ભુજમાં એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ની ટીમે ટ્રેપ ગોઠવીને મકાનની આકારણી માટે ફરિયાદી પાસેથી રૂૂ. 2 લાખની લાંચ સ્વીકારતા કુકમા ગ્રામ પંચાયતના તલાટી અને વચેટિયાને ઝડપી પાડ્યા છે. જ્યારે ગ્રામ પંચાયતના સભ્ય ફરાર થતાં તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આ કેસના ફરિયાદીએ કુકમા ગામમાં આવેલા પોતાના મકાનની આકારણી દાખલ કરાવવા માટે કુકમા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વાઘસિંહ વાઘેલા અને પંચાયત સભ્ય ઉત્તમ રાઠોડનો સંપર્ક સાધ્યો હતો.આ કામ કરી આપવા માટે તેઓએ ફરિયાદી પાસે 4 લાખ રૂૂપિયાની લાંચ માંગી હતી. જે પૈકી 50 ટકા રકમ એડવાન્સમાં આપવાની ડીલ થઈ હતી. જો કે ફરિયાદી આ રકમ આપવા માંગતા ના હોવાથી તેઓએ અઈઇનો સંપર્ક કર્યો હતો.જેથી અઈઇની ટીમે કુકમા ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ શિવસાગર નાસ્તા સેન્ટર પર ટ્રેપ ગોઠવી હતી. જ્યાં ફરિયાદી પાસેથી રૂૂ. 2 લાખની એડવાન્સ રકમ સ્વીકારતા તલાટી વાઘસિંહ અને વચેટિયા નિરવ પરમારને ઝડપી પાડ્યા હતા. જ્યારે પંચાયત સભ્ય ઉત્તમ રાઠોડની શોધખોળ હાથ ધરી છે.